મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

વડાપ્રધાન મોદીના કાકી નર્મદાબેન મોદીનું કોરોનાથી નિધન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10 દિવસથી સારવારમાં હતા

નર્મદાબેન મોદી તેમના પુત્ર સાથે અમદાવાદના નવા રાણીપ વિસ્તારમાં રહે છે

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના કાકી નર્મદાબેન મોદીનું કોરોનાથી અવસાન થયું છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ આ માહિતી આપી છે. નર્મદાબેન મોદી 80 વર્ષના હતા અને તે પીએમ મોદીના પિતા દામોદરદાસ મોદીના ભાઈના પત્ની હતી.

નર્મદાબેન મોદી તેમના પુત્ર સાથે અમદાવાદના નવા રાણીપ વિસ્તારમાં રહે છે. તેઓને કોરોનામાં ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે તેના કાકી નર્મદાબેનને 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે કોરોના ચેપનો શિકાર બન્યા છે. તેણે જણાવ્યું કે તેની કાકીએ આજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
વધુમાં પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે નર્મદાબેન મોદી તેમના પિતા દામોદરદાસ મોદીના ભાઈ જગજીવનદાસ મોદીનાં પત્ની હતાં. તેના કાકા જગજીવન દાસ ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. તે પુત્ર સાથે અમદાવાદમાં રહેતા હતા

(8:51 pm IST)