મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

ન્યૂઝીલેન્ડમાં કોરોના કાળની મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ

ભારતમાં કોરોનાની બીજી લહેર પણ કેટલાક દેશ મુક્ત : ૫૦,૦૦૦ કરતા વધારે લોકો જોડાયા, આ લોકોએ માસ્ક પણ નહોતો પહેર્યો અને કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં

ઓકલેન્ડ, તા. ૨૭ : ભારતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે ત્યારે ઈઝરાયેલ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો કોરોના મુક્ત થઈ ગયા છે.જેના પગલે અહીંના લોકોને માસ્ક પહેરવાની જરુર નથી.

ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો અહીંયા રોજીંદુ જીવન ફરી પાટે ચઢી ગયુ છે. અહીંયા તાજેતરમાં જ કોરોના કાળની સૌથી મોટી  મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ હતી. જેમાં ૫૦,૦૦૦ કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ માસ્ક પણ નહોતો પહેર્યો અને કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવામાં આવ્યુ નહોતુ.

ઓકલેન્ડના ઈડન પાર્કામં થયેલી આ શાનદાર કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના બેંડ સિક્સે પરફોર્મ કર્યુ હતુ. એવુ મનાય છે કે, દુનિયામાં કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમા યોજાયેલી સૌથી મોટી કોન્સર્ટ છે. આ પહેલા સ્પેનના બાર્સેલોનામાં કોરોનાકાળ દરમિયાન થયેલી કોન્સર્ટમાં ૫૦૦૦ લોકો આવ્યા હતા. જોકે આ તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કર્યા બાદ જ કોન્સર્ટ એટેન્ડ કરવાની પરાવનગી અપાઈ હતી.

ન્યૂઝીલેન્ડના લોકો કોન્સર્ટ અંગે સોશિલય મીડિયા પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. કોન્સર્ટમાં ભાગ લેનારા એક વ્યક્તિએ લખ્યુ હતુ કે, હું બહુ નસીબદાર છું કે નોર્મલ જીવન જીવી રહ્યો છુ અને જેના માટે દુનિયાના કરોડો લોકો હાલમાં વિચારી શકે તેવી સ્થિતિમાં પણ નથી.

(8:02 pm IST)