મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

રાજધાનીમાં શોર્ટેજ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણીએ દિલ્હીથી રેમડેસીવીરની 10,000 બોટલ કેવી રીતે મેળવી ? : બોમ્બે હાઇકોર્ટનો કેન્દ્રને સવાલ : ભાજપના સાંસદ ડો.સુજય વિખે પાટીલએ પોતાના મત વિસ્તારમાં લ્હાણી કર્યાનો આરોપ

મુંબઈ :  એન્ટીવાયરલ ડ્રગ, રેમડેસીવીર ઇન્જેક્શનની 10 હજાર બોટલ મહારાષ્ટ્રના રાજકારણીને ડાયરેક્ટ  ઉત્પાદક પાસેથી કેવી રીતે મળીશકી  તે અંગે આજ મંગળવારે બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછપરછ કરી છે.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ઔરંગાબાદ  ડિવિઝન બેંચ સમક્ષ ચાર ખેડૂતો દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી ચાલુ કરાઈ હતી. જેમાં અહમદનગર મત વિસ્તારના ભાજપના સંસદ સભ્ય ડો.સુજય વિખે પાટીલ ઉપર કથિત આરોપ લગાવાયો હતો કે તેમણે દિલ્હીથી રેમડેસિવીરની 10 હજાર બોટલ મગાવી પોતાના મત વિસ્તારમાં વહેંચી હતી.આ બોટલ તેમણે કેવી રીતે મેળવી હતી ?

નામદાર કોર્ટે નોંધ્યું હતું કે સમાચારોમાં પ્રસિદ્ધ થયા મુજબ આ બોટલો ચાર્ટર પ્લેનથી મગાવાઈ હતી.જ્યારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે એ કહેવાનો પ્રયાસ કર્યો કે તે ફક્ત એક ન્યૂઝ રિપોર્ટ હતા ત્યારે ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે તે માત્ર મીડિયા રિપોર્ટ્સ નથી, ખુદ સંસદના શબ્દો છે.

ઉપરોક્ત બાબતે આગામી મુદત 4 મે રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)