મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬, ચાર દિવસમાં ૮૦ અને એક મહિનામાં ૧૭૪ વ્યક્તિઓના કોરોનાથી મોત

જમ્મુ :::: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬, ચાર દિવસમાં ૮૦ અને એક મહિનામાં ૧૭૪ વ્યક્તિઓના કોરોનાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે.

આરોગ્ય વિભાગ માંથી મળેલી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં 16 દર્દીઓના મોત થયા તેમાં ત્રણ મહિલાઓ હતા અને અન્ય પુરુષો હતા. કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં પણ સતત વધારો થતા જમ્મુ-કાશ્મીરમાં હવે ચિંતા પ્રસરી ગઇ છે. સપ્ટેમ્બર મહિના પછી કોરોના કેસ માં ઘટાડો થયો હતો ત્યારબાદ ફરી માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના કેસ અને મૃતકોની સંખ્યામાં વધારો થતાં ચિંતા વધી ગઈ છે.

(4:59 pm IST)