મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

મુંબઇના પૂર્વ સી.પી. પરમબીરસિંહ પર વધુ એક પોલીસ અધિકારીએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

પોતાની પાસે જરૂરી પુરાવા પણ હોવાનું જણાવી પોલીસ મહાનિર્દેશકને કરી ફરીયાદ

મુંબઇ તા. ૨૭ : આંકોલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા નિરીક્ષક બી. આર. ઘડગેએ પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી મુંબઇ પોલીસના પૂર્વ સી.પી. પરમબીર સિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.

ગયા મહીને મુંબઇ પોલીસ આયુકત પદ પરથી બદલી પામ્યા પછી તેમની સામે ભ્રષ્ટાચારની આ બીજી ફરીયાદ ઉઠી છે. હાલ પરમબીરસિંહ મહારાષ્ટ્ર હોમગાર્ડ મહાનિર્દેશક તરીકે ફરજ બજાવે છે.ડીજીપીને પાઠવેલ ૧૪ પાનાની અરજીમાં શ્રી ધડગેએ એવુ જણાવ્યુ છે કે વર્ષ૨૦૧૫ - ૧૮ દરમિયાન થાણે પોલીસ આયુકત પદ પર રહેલા પરમબીરસિંહે કેટલાય ભ્રષ્ટાચારો કર્યા છે. શંકાસ્પદ જમીન સોદાથી લઇને સરકારી આવાસો અને સુરક્ષા કર્મીઓના દુરઉપયોગ સહીતના કેટલાય ખોટા કામો તેઓએ કર્યા છે. જે અંગેના પુરાવા પણ પોતાની પાસે છે એન પુછપરછ સમયે રજુ કરશે, તેવુ રજુઆતના અંતમાં બી.આર. ધડગેએ જણાવેલ છે.

(4:32 pm IST)