મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

લોકડાઉનથી ફેશન ઉદ્યોગના છુટક વેપારીઓ માટે મુસીબતઃ દુકાનો બંધ

નવી દિલ્હી, તા.૨૭: કોરોનાની બીજી લહેરની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર દેખાવા લાગી છે. મોટા પ્રમાણમાં દુકાનો બંધ રહેવાના કારણે વેચાણ ઘટવાથી ધંધાઓમાં નુકશાન થઇ રહયું છે.

બીજા ઉદ્યોગોની જેમ ફેશન ઉદ્યોગ પર પણ જોખમ દેખાવા લાગ્યું છે. ઘરેલુ રેટીંગ એજન્સી ઇક્રા અનુસાર, કોરોનાના કેસમાં ઝડપી વધારો થવાના લીધે ફેશન ઉદ્યોગ સામે નવા પડકારો ઉભા થઇ ગયા છે. કોરોનાના લીધે દેશના વિભીન્ન વિસ્તારોમાં લગાવાઇ રહેલ લોકડાઉન ફેશન ઉદ્યોગના છૂટક વેપારીઓ માટે ઉદ્યોગ ૨૦૨૨-૨૩ સુધીમાં માંડ રીકવર થઇ શકશે.

(4:29 pm IST)