મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

મર્જર બાબતે ગ્રાહકોનું મન જાણવું જરૂરી

બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા વચ્ચે રીઝર્વ બેંક કરાવશે સર્વે

નવી દિલ્હી,તા. ૨૭ : બે બેંકોના ખાનગીકરણની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોના મર્જર બાબતે ગ્રાહકોના મનની વાત જાણવા માટે સર્વે કરાવશે. આરબીઆઇ સર્વેની મદદથી એ જાણવા માંગે છે કે ગ્રાહકોને તેનાથી કોઇ ફાયદો થયો છે કે નહીં. રીઝર્વ બેંક ગ્રાહકોને એ પણ પુછશે કે કસ્ટમર સર્વિસ બાબતે મર્જરનો નિર્ણય યોગ્ય હતો કે નહીં, દરેક પ્રશ્ન માટે ગ્રાહકોને પાંચ વિકલ્પ આપવામાં આવશે.

દરમ્યાન આરબીઆઇએ એક નવો નિયમ બહાર પાડ્યો છે. જેના અનુસાર, મેનેજીંગ ડાયરેકટર, ચીફ ઇકોનોમીક ઓફિસર અને હોલ ટાઇમ ડાયરેકટરના પદ પર એક વ્યકિત ૧૫ વર્ષથી વધારે સમય નહીં રહી શકે.

(4:27 pm IST)