મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થાય

-તો ૧ વ્યકિત ૪૦૬ લોકોને સંક્રમીત કરી શકે

નવી દિલ્હી તા. ર૭ :.. જો એક કોરોના સંક્રમિત દર્દી માસ્ક પહેરે નહી અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરતા નથી તે ૩૦ દિવસમાં ૪૦૬ લોકોની સંક્રમિત કરે છે. કેન્દ્ર સરકારે આ જાણકારી આપી તેની સાથે જ વિશેષજ્ઞોનું કહેવું છે કે જયાં સુધી તમને વિશ્વાસ આવે નહી ત્યાં સુધી ઘરમાં પણ માસ્ક પહેરવુ જોઇએ. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે હજુ પણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જરૂરી ઉપાય છે સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે અનેક યુનિવર્સિટીઝના રીસર્ચમાં એ વાત સામે આવી છે કે સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવામાં આવે નહી તો એક વ્યકિત ૪૦૬ લોકોને સંક્રમીત કરે છે.

 

આ ઉપરાંત જો કોરોના દર્દી અને ગેરસંક્રમીત લોકો માસ્ક પહેરે છે. તો સંક્રમણના ચાન્સ ૧.પ ટકા જ રહેશે. અગ્રવાલે કહયું જો સંક્રમીત વ્યકિત તેનું એકસપોજર પ૦ ટકા  સુધી ઓછુ કરે છે તો તે એક મહીનામાં ૪૦૬ ની જગ્યાએ ૧પ લોકોને જ સંક્રમીત કરશે.

અગ્રવાલે કહયું કે સ્ટડીમાં માલુમ પડયું છે કે જો કોરોના સંક્રમીત વ્યકિત ૬ ફુટના અંતરે છે તો પણ સંક્રમણ ફેલાવે છે. હોમ આઇસોલેશનની સ્થિતિમાં ઘરે પણ એવુ થશે. જો માસ્ક યોગ્ય રીતે પહેરવામાં ન આવે તો ૯૦ ટકા ચાન્સ છે કે સંક્રમિત વ્યકિત કોઇ અન્ય ને પણ નુકશાન પહોંચાડે છે.

માસ્કના ઉપયોગ અંગે જોર આપીને કહયું કે એક બાજુ કલીનિકલ મેનેજમેન્ટની જરૂરીયાત છે તો બીજી બાજુ સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવા અને માસ્ક લગાવાની પણ જરૂર છે.

(4:26 pm IST)