મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

સાતમાં પગાર પંચ અંગે નવા સમાચાર

કેન્દ્રીય કર્મચારીઓને જુલાઇથી મળશે પ્રવાસ ભથ્થામાં વધારો ???

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ફરીથી ચાલુ કરવાની કેન્દ્રની જાહેરાત પછી તેમનું યાત્રા ભથ્થુ (ટીએ) આ જુલાઇથી વધી જશે. ૫૦ લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખથી વધારે પેન્શનરો ડીએમાં વધારાની રાહ જોઇ રહ્યા છે. માહિતી અનુસાર, જુલાઇમાં તેમને આ મળવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા (ડીએ)ના છેલ્લા ત્રણ હપ્તાઓ રોકી દીધા છે. હવે તે ૧ જુલાઇથી લાગુ થવાની શકયતા છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના નિયમ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રીય પરિષદ જેસીએમના મંત્રી શિવગોપાલ મિશ્રાએ કહ્યું કે, જ્યારે ડીએ ૨૫ ટકાથી વધે ત્યારે ટીએ વધારો કરવામાં આવે છે. હાલમાં ડીએ ૧૭ ટકા છે, જુલાઇ ૨૦૨૧માં જો ડીએ ફરીથી ચાલુ થશે તો ૨૫ ટકા થઇ જશે. એટલે જ્યારે જુલાઇથી ડીસેમ્બર ૨૦૨૧ માટે ડીએમાં વધારાની જાહેરાત થશે તો ટીએ વધવાની આશા છે.

(12:58 pm IST)