મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

ર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસ નેતા કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન

છત્તીસગઢની હોસ્પિટલમાં ચાલતી હતી કોવિડની સારવાર

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન થયું છે. તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં કોવિડની સારવાર ચાલી રહી હતી.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસ નેતા કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન થયું છે. જ્યાં તેમની સોમવાર રાત્રે 12 વાગ્યેને 40 મિનિટે મૃત્યુ થયું હતું કરુણા શુકલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની ભત્રીજી હતી.

દિવંગત કરૂણા શુકલાના અંતિમ સંસ્કાર મંગળવારે બલૌદાબજારમાં થશે. લોકસભા સાંસદ રહેલી કરૂણા શુક્લા વર્મમાનમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટા પરદા પર રહ્યા હતા

 કરુણા શુક્લાના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું કે, મારા કરૂણા ચાચી એટલે કરૂણા શુક્લાજી નથી રહ્યા

(11:16 am IST)