મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

દેશમાં વેક્સિનના ૧૪.૧૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા

૭ રાજ્યોમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી, તા. ૨૬ : દેશમાં કોરોનાની અનિયંત્રિત બીજી લહેર વચ્ચે આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું છે, કે અત્યાર સુધી વેક્સિનનાં ૧૪.૧૯ કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે, મંત્રાલયએ જણાવ્યું કે દેશમાં આ સમયે એક લાખ અધિક એક્ટિવ કેસવાળા રાજ્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ગુજરાત, અને તમિલનાડુ.

ત્યાં જ એમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે, અમે કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ઘટાડો લાવવાની થશે, અને હોસ્પિટલનાં સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની થશે, ઓક્સિજનનો યોગ્ય તર્કપુર્ણ અને ન્યાયસંગતનો ઉપયોગ ખુબ જ જરૂરી છે, વર્તમાનમાં બિનજરૂરી ઉહાપોહની સ્થિતી પેદા થઇ ગઇ છે.

ત્યાં જ ગૃહ મંત્રાલયનાં અધિક સચિવે જણાવ્યું કે ભારત ઓક્સિજનની અછતને પુરી કરવા માટે વિદેશોથી પણ ટેક્નર મંગાવી રહ્યું છે, આ ટેક્નર્સનું ટ્રાન્સપોર્ટેશન સૌથી મોટો પડકાર છે, અમે ઓક્સિજન ટેક્નર્સની મોનિટરિંગ કરી રહ્યા છે.

(12:00 am IST)