મુખ્ય સમાચાર
News of Friday, 27th April 2018

બોલિવૂડની 'બેબી ડોલ' સિંગર કનિકા કપૂર વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ : પરફોર્મન્સ માટે 24.95 લાખ લીધા પણ ઇવેન્ટમાં આવી નહીં ! ફરિયાદ

 

મુંબઇ: 'બેબી ડોલ' અને 'ચિટિયાં કલાઇયાં' જેવાં સોન્ગ્સથી પ્રખ્યાત થનારી કનિકા કપૂર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે કનિકા અને તેનાં મેનેજર વિરુદ્ધ નોએડા બેઇઝ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. મામલે FIR દાખલ કરવામાં આવી છે.

   ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલાં સમાચાર મુજબ, નોઇડાની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનાં માલિક મનોજ શર્માએ કનિકા કપૂર વિરુદ્ધ પોલીસમાં FIR દાખલ કરાવી છે. કનિકાએ 22 જાન્યુઆરીનાં અલીગઢમાં એક પરફોર્મન્સ આપવાનું હતું. જે માટે તેને 24.95 લાખ લીધા હતાં. પણ કનિકા ઇવેન્ટમાં પહોંચી હતી. સાથે જ્યારે તેની પાસેથી પૈસા પરત માંગવામાં આવ્યાં તો તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. કનિકાને આપવામાં આવેલાં 24.95 લાખમાં તેની ફ્લાઇટની ટિકિટ અને હોટલનું ભાડુ પણ શામેલ છે. કનિકાએ રીતે શોમાં પહોચવાનાં કારણે મનોજની ઇવેન્ટ કંપનીની શાખને પણ નુક્શાન થયુ છે. હવે તેમણે કનિકા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

   કેસ દાખલ કરાવ્યા બાદ આ મામલે અલીગઢ પોલીસે એક અધિકારીને જણાવ્યું કે, કનિકા અને તેની મેનેજર શ્રૃતિ અને મુંબઇ બેઝ્ડ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને મેનેજર સંતોષ મિજગેર વિરુદ્ધ કલમ 420, વિશ્વાસ તોડવાની કલમ 406 અને ગુનાહિત ધમકી આપવાની કલમ 507 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે

(12:00 am IST)