મુખ્ય સમાચાર
News of Friday, 27th April 2018

વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર અને શેહલા રાશિદ લોકસભા ચૂંટણી લડશે : બંને સત્તાધારી પક્ષ એનડીએના વિરોધી

નવી દિલ્હી ;વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને શેહલા રાશીદ આગામી લોકસભાની ચૂંટણી લડશે બંને યુવા નેતા વર્ષ 2016માં દિલ્હીની જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ અચાનક લાઈમ લાઈટમાં આવી ગયા હતા. હવે આ બંનેએ સંકેત આપ્યા છે કે તે 2019ની લોકસભા ચૂંટણી લડી શકે છે.કનૈયા અને શેહલા, બંને સત્તાધારી પક્ષ એનડીએના વિરોધી રહ્યા છે.
  તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, તે સામાજિક અને રાજનીતિક સંગઠનોનો વિશાળ સામૂહિક મોરચો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ મોરચો ઉદાર, પ્રગતિવાદી વિચારના લોકોને આગળ લઈને 2019માં ભાજપનો મુકાબલો કરશે. બંને પાછલા વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણીની જીતનું ઉદાહરણ આપે છે.

  કનૈયા કુમારે કહ્યું, જો રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને વામપંથી દળો બિહારમાં મહાગઠબંધન બનાવશે અને મને સામાન્ય ઉમેદવારની જેમ બોલાવીને ચૂંટણી લડવા માટે કહેશે તો હું લડીશ. કનૈયાનું કહેવું છે કે, હું સંગઠિત રાજનીતિમાં વિશ્વાસ રાખું છું. આ સ્પષ્ટ છે કે જો હું ચૂંટણી લડું છું તો મુખ્ય પાર્ટીની ટિકીટ પર જ લડીશ. હું કોઈ એક વ્યક્તિના જાદુ પર વિશ્વાસ રાખતો નથી.

  કનૈયા કુમાર જેએનયૂ સ્ટૂન્ડ્સ યુનિયનનો પ્રેસિડેન્ટ હતો. તે ભારતીય કોમ્યૂનિસ્ટ પાર્ટીના સ્ટુડન્ટ યુનિયન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન એટલે કે એઆઈએસએફના ઉમ્મેદવાર હતો. માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના જિલ્લા બિહારના બેગૂસરાયથી ચૂંટણી લડવા ઈચ્છે છે. કનૈયાએ કહ્યું, તેમનો વિસ્તાર લાંબા સમયથી સીપીઆઈ સાથે જોડાયેલો રહ્યો છે. તેનો પરિવાર પણ લાંબા સમયથી સીપીઆઈ સાથે જોડાયો છે. મારા વિસ્તારને મિની મોસ્કો અને મિની લેનિનગ્રાદ કહેવાય છે. સીપીઆઈ ત્યાંથી જીતતી રહી છે. જોકે પાછલી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અહીંથી જીતી રહ્યું છે. બીજેપને ત્યાં 2014માં ચૂંટણી જીતવામાં સફળતા મળી હતી.

 

(9:00 am IST)