મુખ્ય સમાચાર
News of Friday, 27th April 2018

છેલ્લા છ મહિનામાં 31 લાખ નોકરીનું થયું સર્જન :કેન્દ્ર સરકારે પહેલી વાર પેરોલ જોબ્સનું અનુમાન લગાવ્યું ફોપતો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પહેલી વાર પેરોલ જોબ્સનું અનુમાન લગાવ્યું છે જે મુજબ ગયા છ મહિનામાં ફોર્મલ સેક્ટરમાં 31 લાખ કામદારો જોડાયા છે. ઇપીએફઓમાં રોકાણ કરનારાઓની સંખ્યાનાં આધારે સરકારે આ અનુમાન લગાવ્યું છે.

    નીતિ પંચે જણાવ્યું કે, ઇપીએફઓનાં ડેટા અનુસાર સપ્ટેમ્બર, 2017થી ફેબ્રુઆરી 2018 સુધી પેરોલમાં 31.1 લાખ નવા લોકો જોડાયા છે અને તે પૈકી મોટા ભાગનાં યુવાનો છે. પંચે કહ્યું કે, જોબ્સનો અસલ ડેટા તેનાં કરતા પણ વધારે હશે.

   સરકારે ફોર્મલ એટલે કે ઔપચારિક ક્ષેત્રમાં માસિક પેરોલ રિપોર્ટીંગની શરૂઆત કરી છે જેનાં કારણે નવી નોકરીઓનાં આંકડા મળી શકે. નીતિ પંચે કહ્યું કે, પેરોલનો માસિક ડેટા અર્થવ્યવસ્થા, નવી નોકરીઓ અને નીતિઓની સ્પષ્ટ તસ્વીર રજુ કરશે. 25 એપ્રીલે ઉંમર પર આધારિત પેરોલ ડેટા ત્રણ એજન્સીઓએ સોંપ્યા હતા. જેમાં ઇપીએફઓ, ESIC અને PFRDA દ્વારા આ ડેટા નીતિ પંચને સોંપવામાં આવે છે. 

   નીતિ પંચને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, આ આંકડો આંખ ખોલનારો છે અને નોકરીની લાગી રહેલી અટકળોનો જવાબ છે. પંચે કહ્યું કે, આ ત્રણેય એજન્સીઓ દ્વારા પેરોલનો ડેટા દર મહિને ઇશ્યું કરાશે જેનાં કારણે રોજગારીનાં સર્જન મુદ્દે સર્વે પર નિર્ભર નહી રહેવું પડે. પેરોલ રિપોર્ અનુસાર નવેમ્બર મહિનામાં પેરોલ પર આવનારા કર્મચારીઓની સંખ્યા 64.3 ટકાનો મોટો વધારો થયો છે તેની પહેલાનાં મહિનામાં 9.5 ટકાનો ઘટાડો આવ્યો હતો.

 

(12:00 am IST)