મુખ્ય સમાચાર
News of Monday, 27th March 2023

પતિ-પત્‍નીની સુહાગરાતના અંગત પળોનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ દર્શકો દ્વારા વિવિધ પ્રતિક્રિયા

વીડિયો આરૂષિ-રાહુલ ઓફિશિયલ નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પરથી શેર

મુંબઇઃ હાલમાં સુહાગરાતનો વીડિયો બનાવવાનો નવો ટ્રેન્ડ જામ્યો છે. લોકો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી રહ્યાં છે. જે એક રૂમમાં થવાનું હોય એ હવે તમામ લોકો જોઈ રહ્યાં છે. લોકોએ ઘરના દરવાજાને બદલે ઈન્ટરનેટના દરવાજા ખોલી દીધા છે. જ્યાંથી લાખો લોકો હનિમૂન રૂમમાં ડોકિયું કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કથિત રીતે સુહાગરાતનો વીડિયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.  આ અંગે ઈન્ટરનેટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોમાં વર-કન્યા બેડરૂમમાં જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા લોકોની લાઈફમાં એટલું બધું સામેલ થઈ ગયું છે કે તેઓ નાની નાની વાત પણ લોકો સાથે શેર કરે છે. આનાથી અચાનક ગુમનામીમાં ડૂબેલા ટેલેન્ટ એકાએક સ્ટાર બની રહ્યાં છે. પરંતુ એક તરફ જ્યાં તેના ઘણા ફાયદા છે તો બીજી તરફ તે કેટલીક વખત લોકોની પ્રાઈવસી પર બોજ પણ બની જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કથિત રીતે હનીમૂન નાઈટનો જણાવવામાં આવી રહ્યો છે. આ અંગે ઈન્ટરનેટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

તમે લગ્નમાં વર-કન્યાના ડાન્સ કે ફની પળોના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ તે આનાથી અલગ છે, જેને કથિત રીતે સુહાગરાતે દુલ્હા અને દુલ્હન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કપલ્સ દ્વારા તેમની ખાસ રાતને યાદગાર બનાવવા માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે પછી તેને શેર કરવામાં આવ્યો હતો.  જેના કારણે ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો હતો.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વરરાજા અને દુલ્હન લગ્નના પોશાકમાં બેડરૂમમાં જોવા મળી રહ્યા છે. વરરાજા રૂમમાં દુલ્હન સાથે રોમેન્ટિક થતો જોવા મળે છે. આ પછી, તે કન્યાને પાછળથી પકડીને તેના ઘરેણાં કાઢવામાં મદદ કરવાનું શરૂ કરે છે. આ પછી દુલ્હન ખુરશી પર બેસે છે. આ પછી બંને રોમાન્સ કરતા જોવા મળે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો આરુષિ રાહુલ ઓફિશિયલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોની ઝાટકણી કાઢી રહ્યા છે. લોકો કહે છે કે આ લોકોને શરમ નથી આવતી. આજના યુગલો વાયરલ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.

(6:05 pm IST)