મુખ્ય સમાચાર
News of Saturday, 27th March 2021

હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્‍કઃ આસાનીથી ખાઇ-પી શકશો

હવે એક એવુ માસ્‍ક જોવા મળી રહ્યુ છેઃ જે તમારા પૂરા ફેસને નહી પણ માત્ર તમારા નાકને કવર કરશે

નવી દિલ્‍હી, તા.૨૭: આજે કોરોનાનાં કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યા છે. ત્‍યારે માસ્‍ક પહેરવુ ખૂબ જરૂરી બની ગયુ છે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે જે માસ્‍ક પહેરાવાનું ટાળી રહ્યા છે. ઘણા તેના ના પહેરવા અંગેનાં કારણો આપતા હોય છે. ઘણાને શ્વાસ લેવામાં તકલીફો પડવાની ફરિયાદ છે, તો ઘણા પૂરુ મોઢુ ઠંકાઇ જાય તેની ફરિયાદ કરતા હોય છે. જો કે માસ્‍ક પહેરવુ ફરજિયાત બન્‍યા પછી દ્યણા લોકોએ માસ્‍ક બનાવવાનું શરૂ પણ કરી દીધુ હતુ. ઘણા યુનિક માસ્‍ક આજે માર્કેટમાં અવેલેબલ છે. હવે તેમા એક વધારો થવા જઇ રહ્યો છે.

જી હા, હવે એક એવુ માસ્‍ક જોવા મળી રહ્યુ છે, જે તમારા પૂરા ફેસને નહી પણ માત્ર તમારા નાકને કવર કરશે. આવુ માસ્‍ક મેક્‍સિકોનાં એક શોધકર્તાએ બનાવ્‍યુ છે. આ તમારા નાકને સંપૂર્ણ રીતે કવર કરી દે છે. આ કોરોના વાયરસનાં સંક્રમણથી તમારું રક્ષણ કરશે. આ લગાવ્‍યા પછી તમે તમારું મોં ખુલ્લું રાખી શકશો. જેથી તમે આ લગાવ્‍યા બાદ આરામથી ખાઈ અને પી શકો. જો તમે હજી પણ ભયભીત છો તો તમે તેના પર સામાન્‍ય માસ્‍ક લગાવી શકો છો.

એક વીડિયોમાં, બતાવવામાં આવ્‍યું છે કે એક મહિલા અને એક પુરુષ આ માસ્‍ક લગાવીને ખાઇ-પી રહ્યા છો. તે બંને પહેલા સામાન્‍ય માસ્‍ક ઉતારે છે. જેની નીચે ફક્‍ત નાકવાળુ માસ્‍ક લગાવેલુ છે. આ પછી, આ લોકો આ માસ્‍કને ઉતાર્યા વિના ખાવા અને પીવાનું શરૂ કરે દે છે. તેના ટેબલ પર થોડા પ્‍લાસ્‍ટિકનાં પરબિડીયાઓ દેખાય છે, જેમાં Nose Only Mask દેખાઇ રહ્યુ છે. આ માસ્‍કનું નામ ફક્‍ત નાકવાળું માસ્‍ક અથવા ખાવાવાળુ માસ્‍ક રાખવામાં આવ્‍યું છે.

કોરોના વાયરસ એક Respiratory disease છે, એટલે કે શ્વાસ સંબંધી બિમારી છે. તેનો વાયરસ હવામાં તરી રહેલા પ્રવાહીનાં ટીપાં દ્વારા તમારા નાકમાંથી ફેફસાં સુધી પહોંચે છે. જો કોઇ ચેપગ્રસ્‍ત વ્‍યક્‍તિ ખુલ્લી હવામાં ખાસી ખાય છે, તેને છીંક આવે છે અથવા ખુલ્લા નાકથી શ્વાસ લે છે, તો તે ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે. તેથી, બધા લોકો માટે માસ્‍ક લગાવવું મહત્‍વપૂર્ણ છે. જો કે માસ્‍કને કારણે દ્યણા લોકોને પણ તકલીફ પડે છે. આપને જણાવી દઇએ કે, આ માસ્‍ક વિશે દ્યણી ચર્ચાઓ છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને જોકરનાં લાલ રંગનું નાક ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ કોઈ નવુ ઇનોવેશન નથી. જોકર્સ વર્ષોથી તેને પહેરે છે. વળી કોઈએ કહ્યું કે, આ ચોક્કસપણે થોડુ વિચિત્ર લાગે છે, પરંતુ એક સામાન્‍ય માસ્‍ક પણ એક વર્ષ પહેલા દરેકનાં ચહેરા પર વિચિત્ર લાગતુ હતુ. આની આદત પણ થઈ જશે.

(4:22 pm IST)