મુખ્ય સમાચાર
News of Saturday, 27th March 2021

કોવિદ -19 દર્દીઓમાં એન્ટિબોડીનું પ્રમાણ અલગ અલગ જોવા મળ્યું : કોરોનાના બીજા વેવના પ્રતિકાર માટે વેક્સીન લઇ લેવી હિતાવહ : એપોલો તથા ફોર્ટિસ હોસ્પિટલના તબીબોનું મંતવ્ય

લેન્સેટમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસના તારણ મુજબ કોવિદ -19  દર્દીઓમાં એન્ટિબોડીનું  પ્રમાણ અલગ અલગ જોવા મળ્યું છે. 23 માર્ચના રોજ  ' ડાયનેમિક્સ ઓફ SARS -CoV -2 ' શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમાંજણાવાયું છે કે છેલ્લા 6 માસ દરમિયાન  કોવિદ -19 માંથી  મુક્ત થયેલા અમુક દર્દીઓમાં એન્ટિબોડી લક્ષણો જલ્દીથી નાબૂદ થઇ ગયા હતા જયારે અમુકમાં લાંબો સમય સુધી ટકી રહ્યા હતા.તેવું એપોલો સ્પેશિયાલિટી હોસ્પિટલના પુલમોનોલોજી તથા ઇન્ટરવેન્સનલ પુલમોનોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.રવિન્દ્ર મહેતાના તારણમાં જાણવા મળ્યું હતું.

અમુક દર્દીઓમાં આ પ્રમાણમાં વધઘટ જોવા મળી હતી. જયારે અમુકમાં તેની અસર 6 મહિના સુધી જોવા મળી હતી.જે દર્દીના શરીરમાં રહેલા અમુક દર્દો ઉપર આધારિત જોવા મળ્યું હતું.જે દર્દીઓના શરીરમાં સાઈકોટિન સ્ટોર્મના કારણે  બળતરા થતી જોવા મળી હતી તેમના શરીરમાં એન્ટિબોડી લક્ષણો 6 માસ સુધી જોવા મળ્યા હતા.જે દર્દીઓના શરીરમાં ઇન્ફેક્શનની અસર ઓછી હતી તેમના શરીરમાં એન્ટિબોડી લક્ષણો 6 માસથી ઓછો સમય જોવા મળ્યા હતા.જોકે તેઓમાં એન્ટિબોડી લક્ષણો નાબૂદ થઇ જવા છતાં ટી સેલ ઇમ્યુનીટી જોવા મળી હતી.

એન્ટિબોડી લક્ષણોનું પ્રમાણ એવું સૂચવે છે કે કોરોનાના બીજા વેવ દરમિયાન તેનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે.જે વેક્સીન લીધા પહેલાની હર્ડ ઈમ્યુનીટીની વાયાબીલિટી  દર્શાવે છે. અભ્યાસમાં એવું જણાયું છે કે હાર્ડ ઇમ્યુનીટી એન્ટિબોડીના પ્રાપ્ત પ્રમાણ ઉપર આધાર રાખે છે.પરંતુ એન્ટિબોડી અમુક સમયે ઘટે છે.

જો ઇન્ફેક્શન ઝડપી હોય તો ટી સેલ પણ ક્યારેક કામ કરતા નથી કારણકે બી સેલ એન્ટિબોડીને બેઅસર કરી નાખે છે.તેવું ફોર્ટિસ હોસ્પિટલના ડો.શીલા ચક્રવર્તીનું મંતવ્ય છે. ટી સેલ કેટલી અસર કરશે તે આપણે જાણતા નથી તેથી કોવિદ -19 ના પ્રતિકાર માટેની વેક્સીન લઇ લેવી હિતાવહ છે.

અભ્યાસમાં એવું પણ જણાયું છે કે એન્ટિબોડી ધરાવતા  દર્દીઓમાં મોટી ઉંમરના અને હાઇપર ટેનશન કે ડાયાબિટીસ ધરાવતા લોકો જોવા મળ્યા છે.

(12:20 pm IST)