મુખ્ય સમાચાર
News of Friday, 27th March 2020

ઉથલપાથલની વચ્ચે સેંસેક્સ અંતે ૧૩૧ પોઇન્ટ ઘટી ગયો

ઉંચી સપાટીથી ૧૩૧૦ પોઇન્ટ સુધી સેંસેક્સ ઘટ્યો : આરબીઆઈના પગલાઓ બાદ તીવ્ર તેજી રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો : સાપ્તાહિક આધારે સેંસેક્સ-નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ, તા. ૨૭ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલનો દોર રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇમરજન્સી હિલચાલ તરીકે રેપોરેટમાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાયો હોવા છતાં તેની અસર બજાર પર કોઇ વધારે દેખાઈ ન હતી. કોરોના વાયરસ પેન્ડેમિકને રોકવા માટે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ થઇ રહ્યા છે. આરબીઆઈએ આજે ત્રણ મહિના સુધી લોન અને વ્યાજ ચુકવણી મોકૂફ કરવાનો નિર્ણય કર્યો હતો. આનો મતલબ એ થયો કે ત્રણ મહિના સુધી લોકો લોનની ચુકવણી કરવાથી બચી શકશે. બેંકો અને નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને આ મુજબની સૂચના આપી દેવામાં આવી છે. બીએસઈ સેંસેક્સ આજે ૧૩૧ પોઇન્ટ ઘટીને ૨૯૮૧૬ની નીચી સપાટીએ રહ્યો હતો. એક્સિસ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં નવ ટકાનો ઘટાડો રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

               એચયુએલના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે એચડીએફસી બેંકના શેરમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૩૩ ટકા અને નિફ્ટીમાં ૦.૯૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ મોરચા પર ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ત્રણ દિવસથી ચાલતી તેજીપર બ્રેક મુકાઈ હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૪૯૩૯ રહી હતી. બીજી બાજુ પ્રાઇવેટ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૧.૭૨ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

            બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા ઉછળીને ૧૦૫૩૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૨૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૯૪૯૭ રહી હતી.  કોમોડિટીના ક્ષેત્રમાં તેલ કિંમતોમાં મિશ્ર સ્થિતિ રહી હતી. સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. કારણ કે, રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. શેરબજારમાં કોરોનાની અસર વૈશ્વિક બજારો ઉપર જોવા મળી રહી છે. રિઝર્વ બેંક દ્વારા આજે લેવામાં આવેલા વિવિધ પગલાની અસર  પણ દેખાઈ ન હતી. કારણ કે, આખરે સેંસેક્સમાં ૧૩૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન ભારે ઉથલપાથલનો માહોલ રહ્યો હતો. ઓટો શેરમાં મંદી રહી હતી જેથી ત્રણ દિવસથી ચાલતી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી.

શેરબજારમાં ઘટાડો....

મુંબઈ, તા. ૨૭ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ રહી હતી. સેંસેક્સ દિવસની ઉંચાઈથી ૧૩૧૦ પોઇન્ટ સુધી ઘટ્યો હતો. બજાર નીચે મુજબ હતુ

સેંસેક્સમાં ઘટાડો

૧૩૧ પોઇન્ટ

સેંસેક્સમાં સપાટી

૨૯૮૧૬

એક્સિસ બેંકમાં સુધારો

૫ ટકા

બજાજ ફાઈનાન્સમાં ઘટાડો

૯ ટકા

એરટેલમાં ઘટાડો

૬ ટકા

એચડીએફસીમાં ઘટાડો

૧ ટકા

નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ઘટાડો

૨.૫ ટકા

નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સપાટી

૪૯૩૯

નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં સુધારો

૧.૭૨ ટકા

મિડકેપ ઇન્ડેક્સમાં સુધારો

૦.૨૯ ટકા

મિડકેપ ઇન્ડેક્સમાં સપાટી

૧૦૫૩૮

સ્મોલકેપ ઇન્ડેક્સમાં સુધારો

૦.૨૮ ટકા

સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી

૯૪૯૭

(7:45 pm IST)