મુખ્ય સમાચાર
News of Friday, 27th March 2020

આરબીઆઇ ગવર્નરે મુખ્ય આ વાતો કહી

નાણાંકીય બાબતો કમિટીની મીટીંગ પછી રિઝર્વ બેંકે રેપોરેટને ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કર્યો છે.

કોરોના વાયરસ અસર, ફેલાવો અને સમયગાળો વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતી નકકી કરશે. સરકારે યોગ્ય પગલાઓ લીધા છે. અને આપણે આ જંગ જીતવાનો જ છે એમ માનીને પ્રયત્નો કરવાના છે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપોરેટ ઘટાડીને ૪ ટકા કર્યો છે.

રિઝર્વ બેંકે લીકવીડીટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (એલએએફ) ૯૦ બીપીએસ ઘટાડીને ૪ ટકા કરી છે.

રિઝર્વ બેંકે બધી બેંકોના કેશ રીઝર્વ રેશીયો ૧૦૦ પોઇન્ટ ઘટાડ્યો છે.

(3:21 pm IST)