મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

''ફૂડ બેંક ફોર ન્યુયોર્ક'': શહેરના જરૂરિયામંદ પરિવારોને ભોજન પુરૂ પાડવા ઇન્ડિયન અમેરિકન કાઉન્સીલ (IAC)ના ઉપક્રમે શરૂ કરાયેલો સેવાયજ્ઞઃ ૬ લાખ ૧૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરી દીધા

ન્યુયોર્કઃ 'હંગર મિટાઓ' એટલે કે ભૂખમરો દૂર કરવાના હેતુથી યુ.એસ.માં વસતા ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ ન્યુયોર્કમાં વસતા જરૂરિયાતમંદ બાળકો, તથા પરિવારો તેમજ સિનીયરો માટે 'ફુડ બેંક ફોર ન્યુયોર્ક' શરૂ કરી છે. જેના નેજા હેઠળ ઉપરોકત જરૂરિયાતમંદ લોકોને ભોજન પુરૂ પાડવામાં આવે છે.

ન્યુયોર્કમાં ''ઇન્ડિયન અમેરિકન કાઉન્સીલ'' (IAC)એ આ માટે સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તથા તેના સમર્થન માટે 'મિલીઅન મિલ માર્ચ' ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત ૧૦૦ જેટલા લોકોએ ભેગા થઇ ૬ લાખ ૧૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરી દીધા હતા.

આ IACના કો-ચેર તરીકે સુશ્રી પાયલ શર્મા તથા ફાઉન્ડર્સ તથા એડવાઇઝર્સ તરીકે શ્રી રાજ અસાવા તથા સુશ્રી આરાધના અસાવા સેવાઓ આપી રહ્યા છે. આ અગાઉ ટેકસાસમાં શરૂ કરાયેલી ઉપરોકત ઝુંબેશને મળેલા હકારાત્મક પ્રતિભાવને ધ્યાને લઇ ન્યુયોર્કમાં શરૂ કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)