મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા માટે આવતીકાલ ૨૭ માર્ચનો દિવસ મહત્વનો બની રહેશેઃ ચિફ જસ્ટીસ સહિત પાંચ જજની બેચ સમક્ષ દેશના મહત્વના ગણાતા પાંચ બંધારણીય કેસની સુનાવણી શરૂ થશેઃ ચિફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇ સાથે શામેલ અન્ય ૪ જજ પૈકી શ્રી એન.વી.રામાના, શ્રી ચંદ્રચુડ,તથા શ્રી સંજીવ ખન્ના ભાવિ ચિફ જસ્ટીસની હરોળમાં

ન્યુ દિલ્હીઃ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાની બંધારણીય બેચના પાંચ જજની પેનલ સમક્ષ આવતીકાલ ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ પાંચ મહત્વના બંધારણીય કેસની સુનાવણી શરૂ થશે.

આ પાંચ જજમાં ચિફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇ, જસ્ટીસ શ્રી એન.વી.રામાના, શ્રી ડી.વાય.ચંદ્રચુડ, શ્રી દિપક ગુપ્તા તથા શ્રી સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે જૈ પૈકી શ્રીરામાના શ્રી ચંદ્રચુડ તથા શ્રી ખન્ના ભાવિ ચિફજસ્ટીસની હરોળમાં છે.

તેમની સમક્ષ આવતીકાલ ૨૭ માર્ચના રોજ રજુ થનારા પાંચ બંધારણીય કેસમાં (૧)મદ્રાસ બાર એશોશિએશન વિરૂધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (૨)સેન્ટ્રલ પબ્લીક ઇન્ફોર્મેશન ઓફિસર SCI વિરૂધ્ધ સુભાષચંદ્ર અગરવાલ (૩)ઇન્દોર ડેવપમમેન્ટ ઓથોરીટી વિરૂધ્ધ મનોહરલાલ એન્ડ અધર્સ, (૪)સ્ટેટ ઓફ હરિયાણા વિરૂધ્ધ મહારાણા પ્રતાપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા (૫)સીતા સોરેન વિરૂધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

આમ આવતીકાલનો દિવસ ભારતની સુપ્રિમ કોર્ટમાં પાંચ મહત્વના કેસની સુનાવણી માટેનો મહત્વનો દિવસ બની રહેશે તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)