મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

રામ મંદિર તથા બાબરી મસ્જીદ વિવાદ મામલે નિમાયેલી કમિટીનું સ્થળાંતર કરોઃ તટસ્થ હકીકતો મેળવવા ફૈઝાબાદને બદલે ન્યુદિલ્હી ખસેડો તથા કમિટીમાં વધારે ૨ નિવૃત જજને શામેલ કરોઃ પંચ નિર્મોહી અખાડા, અયોધ્યાની સુપ્રિમ કોર્ટમાં અરજી

ન્યુદિલ્હીઃ અયોધ્યામાં રામમંદિર તથા બાબરી મસ્જીદ મામલે ચાલી રહેલા વિવાદ અંગે સુપ્રિમ કોર્ટએ મધ્યસ્થી તરીકે કમિટીની નિમણુંક કરી છે. આ કમિટી ફૈઝાબાદ ખાતે બંને પક્ષોની દલીલો સાંભળી રહે છે. પરંતુ તટસ્થ હકીકતો મેળવવા માટે કમિટીનું કાર્ય સ્થળ ફૈઝાબાદથી દિલ્હી ખસેડવા પંચ નિર્મોહી અખાડા અયોધ્યાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.

ઉપરાંત આ મધ્યસ્થી કમિટીમાં વધારે ૨ નિવૃત જજની નિમણુંક કરવા માંગણી કરી છે.

યોગ્ય ઉકેલ લાવવા માટે પંચ નિર્મોહી અખાડા તથા યુ.પી.સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ વચ્ચે સીધો સંવાદ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. બાદમાં પંચ દ્વારા સર્વસંમતિથી આખરી નિર્ણય લેવા જોઇએ તેવી માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે મધ્યસ્થી કમિટીમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી જ્પ્ત્ ધ્ર્ીશ્રજ્ઞ્શ્ર્ીશ્રર્શ્રી, શ્રી શ્રી  રવિશંકર, તથા સિનિયર એડવોકેટ શ્રી શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે. તેવું ગ્ એન્ડ ગ્ દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)