મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

''વર્લ્ડ ફેલો ૨૦૧૯'': અમેરિકાની યેલ યુનિવર્સિટી દ્વારા પસંદ કરાયેલા ૧૬ ફેલોમાં સ્થાન મેળવતી ન્યુ દિલ્હીની યુવતિ સુશ્રી નેહા ઉપાધ્યાયઃ મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા તથા સૌર ટેકનીકથી પ્રોત્સાહિત કરવા ગુણ ઓર્ગેનિકસની સ્થાપના કરી

ન્યુ દિલ્હીઃ ભારતના ન્યુદિલ્હીની સોશીઅલ એકટીવિસ્ટ તથા ઉદ્યોગ સાહસિક યુવતિ નેહા ઉપાધ્યાયની પસંદગી અમેરિકાની  યેલ યુનિવર્સિટીના ૨૦૧૯ની સાલના વર્લ્ડ ફેલો તરીકે થઇ છે. જેણે આ ફેલો તરીકે પસંદ થયેલા ૧૬ લોકોમાં સ્થાન મેળવ્યું છે

સુશ્રી નેહાએ ગ્રામીણ ભારતીય મહિલા ખેડુતોને ઓર્ગેનિક ખેતી તથા સૌર ટેકનીકના માધ્યમથી ખેતી માટે પ્રોત્સાહિત કરવા ૨૦૧૪ની સાલમાં ગુણ ઓર્ગેનિકસની સ્થાપના કરેલી છે. તેમજ ડાયાબિટીસ સહિત વિવિધ મુશ્કેલીઓ દૂર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલુ છે તેમને બ્રિટીશ કાઉન્સીલ પુરસ્કાર પણ મળેલો છે. ઉપરાંત આઇ.આઇ.ટી.દિલ્હીનો ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર મળેલો છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ફેલો પ્રોગ્રામ ૨૦૦૨ની સાલથી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં સુશ્રી નંદિતા દાસ તથા અર્થશાસ્ત્રી સુશ્રી ચેતના સિંહા સહિત ૨૧ ભારતીયો ફેલો તરીકે પસંદ થઇ ચૂકયા છે.

 

(8:10 pm IST)