મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

ત્રણ દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૮૮.૦૮ પ્રતિ લીટર : જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો ૨૫ દિવસ વધારો થયો છે, હવે પેટ્રોલ ૭.૩૬ રૂપિયા મોંઘું થયું છે

નવી દિલ્હી,તા.૨૬ : ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળબાર બાદ આજે શનિવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે દિલ્હીના બજારમાં પેટ્રોલ ૨૪ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. સાથે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૧.૧૯ રૂપિયા પર જતું રહ્યું છે. તો બીજી તરફ શનિવારે ડીઝલ પણ ૧૭ પૈસા મોંઘું થયું છે. સાથે દિલ્હીમાં લીટર ડીઝલના ભાવ વધીને ૮૧.૪૭ રૂપિયા પર પહોંચી ગયા છેઅમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ૮૮.૩૧ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદમાં આજે ડીઝલનો ભાવ ૮૭.૭૪ રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૮૮.૦૮ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ ૮૭.૫૭ રૂપિયા પ્રતિ લીટર હતો. આજે પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે ૨૩ પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૧૬ પૈસાનો વધારો થયો છે.

જોકે છેલ્લા દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો હતો. પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતથી લોકો પરેશાન થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજ ઉમેર્યા બાદ તેની કિંમત દરરોજ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. મુંબઇમાં તો પેટ્રોલ ૯૭.૫૭ રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે જોકે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે. ભોપાલમાં એક્સપી પેટ્રોલ ૧૦૨.૧૨ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. ભોપાલમાં ડીઝલ ૮૯.૭૬ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. ભોપાલમાં પેટ્રોલ ૯૯.૨૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૭૬ રૂપિયા પર પહોંચી ગયું છે. ફેબ્રુઆરીના મહિનામાં ૨૭ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૧૪ દિવસ વધારો થયો છે. તેનાથી .૮૭ રૂપિયા મોંઘું થયું છે.

ફક્ત વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો ૨૫ દિવસ વધારો થયો છે. દરમિયાન પેટ્રોલ .૩૬ રૂપિયા મોંઘું થયું છે. તો બીજી તરફ ફેબ્રુઆરીમાં ડીઝલના ભાવમાં .૦૧ રૂપિયાનો વધારો થયો છે. ગત મહિનામાં ડીઝલ .૬૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે વાગે બદલાય છે. સવાર વાગ્યાથી નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. વિદેશી મુદ્રાના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

(7:47 pm IST)