મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

ભારતીય અર્થતંત્ર રિકવરીના માર્ગે : ડિસેમ્બર ત્રિમાસિકમાં 0.4 ટકાનો વધારો પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો

નવી દિલ્હી :મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થવ્યવસ્થમાં રિકવરી થઇ રહી છે ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતની જીડીપીમાં 0.4 ટકાનો વધારો થાયો છે. એટલે ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર નિકળી રહી છે.

2020-21ના આખા નાણાકિય વર્ષમાં 8 ટકાનો ઘટાડો થવાનો અંદાજો છે. જીડીપીના આ આંકડાના તમામ લોકો રાહ જોઇ રહ્યા હતા. રાષ્ટ્રીય આંકડા કચેરી (NSO) દ્વારા આ આંકડા જારી કરવામાં આવ્યા છે. એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન નાણાકિય ખાધ 12.34 લાખ કરોડ રૂપિયા રહી છે

ICICI સિક્યૂરિટીઝ દ્વારા 1722 કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટના ડેટાના આધારે કરવામાં આવેલા એક વિશ્લેષણ દ્વારા પણ વાત સામે આવી હતી કે અર્થવ્યવસ્થામાં સુધાર થઇ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત તકનીકી રીતે મંદીમાં પહોંચી હતી. જ્યારે કોઈ અર્થવ્યવસ્થા સતત બે ત્રિમાસિક ઘટાડામાં રહે છે, તો માની લેવામાં આવે છે કે તે તકનીકી રીતે મંદીના ગાળામાં પહોંચી ચુકી છે.

કોરોના સંકટના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ઘટી રહ્યું છે. તેના કારણે જ વર્તમાન નાણાકિય વર્ષના જૂનમાં થનાર પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેના પાછળનું કારણ એ હતુ કે આ દરમિયાન દેશમાં સખત લોકડાઉન હતુ અને અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે અટકી ગઇ હતી

અનેક એજન્સીઓ અને સંસ્થાઓએ અપેક્ષા રાખી હતી કે ત્રીજા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા પોઝિટિવ ઝોનમાં જશે. ભારતીય રિઝર્વ બેંકના ડિસેમ્બરમાં બહાર પાડેલા ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતુ કે એવા પોઝિટિવ સંકેત મળી રહ્યા છે કે અર્થવ્યવસ્થા ઉંડા ખાડામાંથી હવે રોશની તરફ વધી રહી છે.

(12:00 am IST)