મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

‘‘આપ' ના કોર્પોરેટર તાહિરની ફેકટરી સીલ : આઇબી કર્મચારીની હત્‍યાનો આરોપ

            નવી દિલ્લીઃ  ઉતર પુર્વી દિલ્લીમાં સંશોધિત નાગરિકતા કાનૂનને લઇ ભડકેલી હિંસા અને આઇબી કર્મચારીની હત્‍યા પાછળ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેનનો હાથ હોવાનો આરોપ લગાવવામા આવી રહ્યો છે. આ બાજુ દિલ્લી પોલીસએ તાહિર પર કાર્યવાહી કરતા તેની ખજુરીમા  આવેલ ફેકટરીને સીલ કરી દીધી છે. મૃત આઇબી કર્મચારી અંકિત શર્માના પરિવારવાળાઓએ તાહિર હુસેન પર હત્‍યા પાછળ હાથ હોવાનો આરોપ લગાવ્‍યો છે. અંકિત શર્મા મંગળવારના લાપત થયા હતા. બુધવારના એમનો મૃતદેહ ઉતર પુર્વી દિલ્લીના તોફાનો પ્રભાવિત ચાંદબાગ વિસ્‍તારમા એમના ઘર પાસે એક નાલામાંથી મળ્‍યો હતો.

શર્માના પરિવારજનોએ દાવો કર્યો કે એમની હત્‍યા પાછળ સ્‍થાનિક કોર્પોરેટર અને તેના સાથીઓનો હાથ છે. હુસેનએ આરોપોનો ઇન્‍કાર કર્યો છે. એમણે કહ્યું મને ખબરોથી ખ્‍યાલ આવ્‍યો કે આરોપ મારા ઉપર લગાવવામા આવી રહ્યો છે. આ મોટો અને નિરાધાર આરોપ છે. સુરક્ષાની દ્રષ્‍ટિથી મારો પરિવાર અને હું પોલીસની હાજરીમાં સોમવારના ઘરેથી ચાલ્‍યા ગયા હતા. હુસેનએ કહ્યું કે ઘટનાની નિષ્‍પક્ષ તપાસ થવી જોઇએ અને દોષિતો સામે કાર્યવાહી  થવી જોઇએ. એમણે કહ્યું મને નિશાન બનાવવો ખોટું છે આનાથી મારા અને મારા પરિવારને કાંઇ લેવા દેવા નથી.

(11:29 pm IST)