મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

જસ્ટિસ મુરલીધરની બદલી કોલેજીયમની ભલામણ બાદ કરાઈ : કાયદામંત્રી રવિશંકરે આપ્યો જવાબ

12 ફેબ્રુઆરીના રોજ કોલેજિયમે જસ્ટિસની બદલી માટે ભલામણ કરી હતી

નવી દિલ્હી : દિલ્હીમાં હિંસા બાદ હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ મુરલીધરની બદલી મામલે રાજકારણ શરૂ થયુ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના ટ્વિટ બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો છે.

  તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, જસ્ટિસ મુરલીધરની બદલી કોલેજિયમની ભલામણ બાદ કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીના રોજ કોલેજિયમે જસ્ટિસની બદલી માટે ભલામણ કરી હતી. બદલી વખતે જજની મંજૂરી લેવામાં આવે છે. જે બાદ બદલીની પ્રક્રિયા આગળ વધે છે.

 રાહુલ ગાંધીના ટ્વિટનો જવાબ રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર માને છે. આ મામલે સવાલ ઉઠાવી રહેલા લોકો કોર્ટનું સન્માન કરતા નથી.

(2:06 pm IST)