મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

અટલ બિહારી વાજપેઇ બાદ

હવે સોનિયાએ PMને 'રાજધર્મ'ની યાદ અપાવી

રાષ્ટ્રપતિને મળ્યું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ : દિલ્હીની હિંસા ચિંતાનો વિષય : મનમોહનઃ કેન્દ્ર મૂકદર્શક બની હોવાનો આરોપ

નવી દિલ્હી તા. ૨૭ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અગુવાઇમાં પક્ષના પ્રતિનિધિ મંડળે દિલ્હી હિંસા મુદ્દા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને આગ્રહ કર્યો કે તેઓ કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવા અને ગૃહમંત્રી અમિત શાહને હટાવા માટે પગલા ભર્યા.

દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્ત્।ાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે. ગુજરાતમાં ગોધરાકાંડ સમયે વાજપેયીએ મોદીને રાજધર્મું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, એ સમયે અડવાણીએ આ મામલાને સંભાળી લીધો હતો. દિલ્હીની હિંસામાં ૩૫ લોકોનાં મોત થઈ ચૂકયા છે.

દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્તાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે. ગુજરાતમાં ગોધરાકાંડ સમયે વાજપેયીએ મોદીને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, એ સમયે અડવાણીએ આ મામલાને સંભાળી લીધો હતો. દિલ્હીની હિંસામાં ૩૫ લોકોનાં મોત થઈ ચૂકયા છે.

(3:54 pm IST)