મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

જાપાનમાં કોરોનાને કારણે ફસાયેલા ભારતીયો સહિત અન્ય ૫ દેશના નાગરિકોને એક લિફટ કરી દિલ્હી લવાયા

તમામ ભારતીઓ જાપાનમાં ડાયમંડ પ્રિન્સેસ શીપમાં ફસાયા હતા

નવી દિલ્હી, તા.૨૭: કોરોના વાયરસનો કહેર ચીન ઉપરાંત ૨૩થી વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. કોરોનાને કારણે જાપાનમાં ફસાયેલા ભારતીઓને ભારત સરકાર એર લિફ્ટ કર્યા છે. આ એ જ નાગરિકો છે જે ડાયમંડ પ્રિન્સેસશીપમાં ફસાયેલા હતા. આ ઓપરેશનમાં ભારત ઉપરાંત ૫ દેશના નાગરિકોને પણ ભારત લવાયા છે.

એર ઈન્ડિયાની ફ્લાઇટ જાપાનથી ભારત પરત ફરી છે. આ ફ્લાઈટ ૧૧૯ ભારતીયોને લઇ ટોકયોથી દિલ્હી પહોંચી છે. આ તમામ ભારતીઓ જાપાનમાં ડાયમંડ પ્રિન્સેસ શીપમાં ફસાયા હતા. આ શીપમાં ફરાયેલા અનેક લોકોએ ભારત સરકાર પાસે મદદ માંગી હતી.

જાપાનની ડાયમંડ પ્રિન્સેસ શીપમાં ન ફકત ભારતીયો પરંતુ ભારતીયો સાથે ૫ અન્ય દેશના નાગરિકોને પણ લવાયા છે. જેમાં શ્રીલંકા,નેપાલ,દ.આફ્રિકા અને પેરુ ૧-૧ વ્યકિતને લવાયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે ચીનથી જયારે પોતાના નાગરિકોને રેસ્કયુ કર્યા ત્યારે માલદિવ્સના નાગરિકોને પણ રેસ્કયુ કરી પોતાને ત્યાં રાખ્યા હતા.

જાપાનથી રેસ્કયુ કરાયેલા આ તમામ લોકોને થોડાક દિવસો ઓબ્જર્વેશનમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લીધે અત્યાર સુધીમાં ૨,૭૯૯ લોકોના મોત નિપજયાં છે. જયારે ૮૨,૧૫૨ લોકો કોરોના ગ્રસ્ત છે. જાપાનમાં ૧૮૯ લોકો કોરોના ગ્રસ્ત જણાયા છે.

(10:18 am IST)