મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

રાજસ્થાન બુંદી બસ અકસ્માતઃ પિતા, પુત્ર, કાકા, નાના, બહેનો...જ્યારે એક સાથે ૨૪ મૃતદેહોનો સામુહિક અગ્નિસંસ્કારઃ દરેક આંખો રડી પડી

રાજસ્થાનના બુંદી બસ અકસ્માતમાં માર્યા ગયેલા ૨૪ લોકોના મૃતદેહ કોટાના જવાહરનગર પહોંચ્યા તો માતમ છવાઈ ગયો. ૯ એમ્બ્યુલન્સમાં મૃતદેહો લવાતા પરિવાર અને પાડોશીઓ રડી પડયા હતા. મૃતકોમાંથી ૨૧ એકબીજાના સગા હતા. બધાના અંતિમ સંસ્કાર પણ એક સાથે થયા. મૃતકોમાં બે પરિવાર એવા હતા જેમાં પતિ-પત્નિ અને તેમના એક-એક બાળકો પણ અકસ્માતમાં મોતને ભેટયા હતા. બધાની અંતિમયાત્રા એક સાથે નીકળી હતી. અગ્નિસંસ્કાર વખતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ પહોંચ્યા હતા. એક સાથે આટલી ચીતાઓ સળગતી હોય તેઓની આંખો પણ રડી પડી હતી. મૃતકોના પરિવારજનોને બે - બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

(10:12 am IST)