મુખ્ય સમાચાર
News of Wednesday, 26th February 2020

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર કાઉન્સિલની બેઠકમાં ભારતનો પાકિસ્તાનને આકરો જવાબ

દુનિયાના અન્ય દેશોની ઉપસ્થિતીમાં જ કહી દીધું કે પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે

 

સ્વિટઝરલેન્ડઃ કાશ્મીર મામલે ભારતને બદનામ કરવા ફરી રહેલા પાકિસ્તાનને ફરીથી દુનિયાની સામે જ જડબાતોડ જવાબ આપી દેવાયો છે, જિનીવામાં 43મી સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતના વિદેશ વિભાગના સચિવ વિકાસ સ્વરૂપે પાકિસ્તાનને કહી દીધું છે કે તેઓ કાશ્મીર મામલે ભારતને બદનામ કરવાનું છોડી દે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે, તેમને દુનિયાના અન્ય દેશોની ઉપસ્થિતીમાં જ કહી દીધું કે પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે, દુનિયાને અપીલ કરી છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ફંડ આપનારા અને મદદ કરનારા તત્વો સામે કાર્યવાહી થવી જોઇએ.

   24 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી ચાલનારા આ સંમેલનમાં ભારત અને પાકિસ્તાન સહિતના અનેક દેશોના પ્રતિનિધીઓએ ભાગ લીધો છે, નોંધનિય છે છે કે પાકિસ્તાની માનવ અધિકાર મંત્રી શીરિન મઝારીએ કાશ્મીરમાં માનવ અધિકારોનો મુદ્દો ઉપાડ્યો હતો, જે બાદ તરત જ ભારતે તેમને વૈશ્વિક સંમેલનમાં જવાબ આપ્યો છે.

(12:58 am IST)