મુખ્ય સમાચાર
News of Wednesday, 26th February 2020

સેના પ્રમુખ જનરલ નરવણએ કાશ્મીર ઘાટીમાં સૈનિકોને કહ્યું -સુરક્ષાના કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર રહે

સેના પ્રમુખ જનરલે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, જવાબી કાર્યવાહી અને સંચાલન સહિતની સમીક્ષા કરી

 

શ્રીનગર : સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કાશ્મીર ઘાટીમાં નિયંત્રણ રેખા પાસે રહેલા સૈનિકોને સતર્ક રહેવા અને સુરક્ષાના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના પ્રમુખ બન્યા પછી પ્રથમ વખત કાશ્મીર પ્રવાસે પહોંચેલા જનરલ નરવણેએ નિયંત્રણ રેખા પાસે સુરક્ષા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

   રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર સ્થિતિ, સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, આપણી જવાબી કાર્યવાહી અને સંચાલન તૈયારીઓ વિશે સ્થાનીય કમાન્ડરોએ સેના પ્રમુખને જાણકારી આપી હતી.
સેના પ્રમુખની સાથે સેનાના ઉત્તરી કમાનના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ વાઇકે જોશી અને ચિનાર કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોન પણ હતા. તેમણે સૈનિકોને કહ્યું છે કે કોઈપણ સ્થિતિથી નિપટવા માટે સર્તક રહે અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દરેક સમયે તૈયાર રહે

(12:52 am IST)