મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ કરનાર અધિકારી સસ્પેન્ડઃ ભાજપા નેતાએ કહ્યું બધાની દુકાન બંધ થશે

     ભાજપા નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ કરનારા સીવીલ સેવાના એક અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. ધ પ્રિન્ટના મુતાબીક દૂરસંચાર વિભાગમાં તૈનાત આશિષ જોષીને કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી અનુશાસનાત્મક આધાર પર કરવામાં આવી રહી છે આ આદેશ આજથીજ પ્રભાવી થઇ ગયો છે.

        આશિષ જોષીએ કપિલ મિશ્રાના એક વીડિયો વિરુદ્ધ દિલ્લી પોલીસ કમિશ્નરની પાસે ફરીયાદ દાખલ કરી હતી. આમા ભાજપા નેતા એમ કહેતા નજરે આવ્યા હતા કે દેશના ગદારોને ઘરમાં ઘૂસીને મારવા જોઇએ. આશિષ જોષીનુ કહેવુૅ હતુ કે તે સંબંધિત અધિકારી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવે. આના એક દિવસ પછી જ એના સસ્પેન્ડનો આદેશ આવી ગયો.

        કપિલ મિશ્રા આ વીડિયોમાં આ પણ કહેતા  હતા કે તે ત્રણ દિવસ ઇન્તજાર કરશે અને પછી દિલ્લી પોલીસની પણ નહીં સાંભળે આ પછી તે દિલ્લીના ઉતર પૂર્વી વિસ્તારમાં થઇ રહેલ હિંસામાં ર૦ લોકોના મોત થયા છે. કપિલ મિશ્રાએ કહ્યું બધાની દુકાન આવી રીતે બંધ થઇ જશે.

(12:00 am IST)