મુખ્ય સમાચાર
News of Friday, 27th January 2023

ઓડિશા કોર્ટ પરિસરમાં તોડફોડ કરવા બદલ ધરપકડ કરાયેલા વકીલોની જામીન અરજીઓ પર વિચાર કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર :4 મહિલાઓ સહિત લગભગ 30 વકીલો છેલ્લા 45 દિવસથી જેલના સળિયા પાછળ હોવાની રજુઆત :હાઇકોર્ટ સમક્ષ આ મામલાને આગળ વધારવા નામદાર કોર્ટની સૂચના

ન્યુદિલ્હી :સુપ્રીમ કોર્ટે ઓરિસ્સા હાઈકોર્ટની નવી બેન્ચની રચનાની માગણી સાથે હડતાળ દરમિયાન કોર્ટ પરિસરમાં તોડફોડ કરનારા વકીલોની જામીન અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમ ઓડિશાના તમામ બાર એસોસિએશનની સેન્ટ્રલ એક્શન કમિટી (સીએસી) માટે હાજર રહેલા વકીલે રજૂઆત કરી હતી કે 4 મહિલાઓ સહિત લગભગ 30 વકીલો છેલ્લા 45 દિવસથી જેલના સળિયા પાછળ છે. તેમણે કહ્યું કે જિલ્લા કોર્ટે વકીલોને જામીન પર છોડવાનો ઈન્કાર કરી દીધો છે. તેની જામીન અરજી હવે ઓડિશા હાઈકોર્ટ સમક્ષ છે.

વકીલે દાવો કર્યો હતો કે હાઈકોર્ટે અનેક પ્રસંગોએ સુનાવણી સ્થગિત કરી છે. જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાએ વકીલને હાઇકોર્ટ સમક્ષ આ મામલાને આગળ વધારવા જણાવ્યું હતું. જસ્ટિસ કૌલે ટિપ્પણી કરી, "હાઈકોર્ટમાં અરજી કરો.
 

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2022 માં, ઓરિસ્સાની કાયમી બેંચની સ્થાપનાની માંગણી સાથે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, સંબલપુર દ્વારા સંબલપુર જિલ્લામાં હાઈકોર્ટની માંગણી મામલે હડતાળ દરમિયાન વકીલો અને પોલીસ વચ્ચે મોટા પાયે ઝપાઝપી થઈ હતી. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)