મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

PSL 2022માં કોરોના વિસ્ફોટ : શાહિદ આફ્રિદીને લાગ્યો ઝટકો : વહાબ રિયાઝ-હૈદર અલી પોઝિટિવ

પાકિસ્તાન સુપર લીગની સાતમી સિઝન શરૂ થાય તે પહેલા જ કેટલાક ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં

પાકિસ્તાન સુપર લીગની સાતમી સિઝન શરૂ થતાં પહેલા જ મુશ્કેલીમાં છે. PSLમાં ફરી એકવાર કોરોના બોમ્બ ફૂટ્યો છે. વહાબ રિયાઝ અને હૈદર અલી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે શાહિદ આફ્રિદી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ક્રિકેટ પાકિસ્તાને આ સમાચારની પુષ્ટિ કરી છે કે શાહિદ આફ્રિદીને હવે 7 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. નેગેટિવ આવ્યા બાદ જ તે ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમ સાથે ફરીથી જોડાઈ શકશે. મતલબ કે આફ્રિદી હવે પીએસએલની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ જશે. શાહિદ આફ્રિદી પહેલા PSL સાથે જોડાયેલા 8 લોકોના કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી. પાકિસ્તાન સુપર લીગની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાન વચ્ચે રમાશે.

શાહિદ આફ્રિદીએ પીઠના દુખાવાના કારણે PSLનો બાયો બબલ છોડી દીધો હતો. બુધવારે તે મેડિકલ ચેકઅપ માટે ગયો હતો પરંતુ હવે તે કોરોના પોઝિટિવ આવ્યો છે. આફ્રિદીનો કોરોના ક્વેટા ગ્લેડીયેટર્સ માટે મોટો ઝટકો છે. આ ટીમની પહેલી મેચ 28 જાન્યુઆરીએ પેશાવર ઝાલ્મી સામે થવાની છે, જે પોતે કોરોનાના કેસથી પરેશાન છે. પેશાવર ઝાલ્મીના કેપ્ટન વહાબ રિયાઝ અને હૈદર અલી પહેલા જ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં રમશે તે નિશ્ચિત નથી.

(10:19 pm IST)