મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના મામલામાં વધારો થયા બાદ આ બેઠક થઈ

પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારીમાં સેના? ઇમરાન ખાનને મળ્યા આર્મી ચીફ જાવેદ બાજવા

ઇસ્લામાબાદ,તા.૨૭: ભ્રષ્ટાચારના મુદ્દા પર ઘેરાયેલી ઇમરાન ખાન સરકારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઇમરાન ખાન સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ તે આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાની સેના ફરી મોટું પગલું ભરી શકે છે. ઇમરાન ખાન અને બાજવા વચ્ચે બેઠક પ્રધાનમંત્રી ઓફિસમાં થઈ છે.

વાસ્તવમાં પાકિસ્તાનના વિપક્ષી દળોએ ભ્રષ્ટાચારને અંકુશમાં લેવામાં અસમર્થતા માટે ઈમરાન ખાન સરકારને ભીંસમાં મુકી છે. બેઠક અંગે જારી કરાયેલા સંક્ષિપ્ત સત્ત્।ાવાર નિવેદન અનુસાર, બેઠકમાં પાકિસ્તાની સેના સાથે સંબંધિત વ્યવસાયિક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના મામલામાં વધારો થયા બાદ આ બેઠક થઈ છે. રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગના ૨૦૨૧ના અહેવાલમાં દેશ ૧૬ સ્થાન ઘટીને ૧૪૦ સ્થાને આવી ગયું છે. રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની જવાબદારી અને આંતરિક સલાહકાર શહઝાદ અકબરે સોમવારે રાજીનામું આપી દીધું હતું. શહજાદના રાજીનામા પર વિપક્ષે કહ્યું કે તેઓ વિપક્ષને ભ્રષ્ટાચારના મામલામાં ફસાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના પછી તેમણે આ પગલું ભર્યું હતું. વિરોધ પક્ષોએ અકબરનું રાજીનામું ગણાવ્યું અને ભ્રષ્ટાચારનો સામનો કરવામાં ખાનની નિષ્ફળતાની નિશાની ગણાવી અને તેમના રાજીનામાની માંગણી કરી.

ઇમરાન ખાન સરકાર પર દબાણ કરવા માટે, લગભગ એક ડઝન વિરોધ પક્ષોના ગઠબંધન, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) એ ૨૩ માર્ચે રાષ્ટ્રવ્યાપી વિરોધ શરૂ કરવાની જાહેરાત કરી, જેથી તેમને રાજીનામું આપવા અને નવી ચૂંટણીઓ કરાવવાની ફરજ પાડી શકાય. ઈમરાન ખાને વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા. આ સાથે જ ઈમરાને ચેતવણી આપી છે કે જો તેઓ સત્ત્।ા પરથી હટશે તો તે વધુ ખતરનાક સાબિત થશે.

મહત્વનું છે કે પાકિસ્તાન સેના ત્યાંની સત્ત્।ાને પરોક્ષ રીતે નિયંત્રિત કરે છે. પાકિસ્તાન બન્યાના ૭૩થી વધુ વર્ષોમાં અડધા સમય સુધી ત્યાં સેનાનું શાસન રહ્યુ છે. સેના ત્યાંની સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં ખુબ શકિતનો પ્રયોગ કરે છે. આ કારણ છે કે વિપક્ષ તરફથી ઘેર્યા બાદ સેના પ્રમુખે ઇમરાન ખાન સાથે બેઠક કરી છે.

(10:34 am IST)