મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ઍમેઝોનના માલિક અને વિશ્વના સૌથી ધનવાન જેફ બેઝોસેઍ પોતાની ગર્લફ્રેન્ડના ભાઇ પાસેથી રૂ.૧૨.૩ કરોડનું વળતર માંગ્યુ

વોશિંગ્ટનઃ અમેઝોનના માલિક અને વિશ્વના સૌથી ધનવાન શખસ જેફ બેઝોસે પોતાના ગર્લફ્રેન્ડના ભાઇ પાસેથી 12.3 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.

બેઝોસની ગર્લફ્રેન્ડના ભાઇ માઇકલ સાન્ચેજે જેફ સામે માનહાનિનો દાવો કરી દીધો હતો. પરંતુ તે કેસ હારી ગયો. હવે બેઝોસે તેની પાસેથી કેસ લડવા પાછળ ખર્ચેલી રકમનું વળતર માંગ્યું છે.

બેઝોસ અને માઇકલ વચ્ચે 2019માં વિવાદા થયો

બેઝોસ અને માઇકલ વચ્ચે વિવાદની શરૂઆથ 2019માં થઇ હતી. ત્યારે લોરેન અને બેઝોસના પરિણીત હતા. છતાં બંને વચ્ચેના અફેરની ખબર નેશનલ એક્વાયર અને પેજ સિક્સ મેગેઝિન્સને મળી ગઇ હતી.

આ બંને મેગેઝિન્સે કપલ્સના અંગત મેસેજ અને ફોટો પ્રસિદ્ધ કરી દીધા હતા. એટલે સુધી બંને મેગેઝિન્સે લખ્યું હતું કે તેમની પાસે બંનેની છાપી ન શકાય તેવી તસવીરો પણ છે.

બે મેઝિન્સમાં બેઝોસ-લોરેનના ફોટા પ્રસિદ્ધ થયા

મેગેઝિન્સમાં આ અહેવાલ અને ફોટા પ્રસિદ્ધ થયાના થોડા કલાકો પહેલાં જ બેઝોસે તેમની પત્ની મેક્ન્ઝીથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી દીધી હતી.

માઇકલ સાન્ચેન્જે પાછળથી એવો આરોપ મૂક્યો હતો કે બેઝોસે પત્રકારો સમક્ષ તેના પર નગ્ન ફોટા નેશનલ એક્વાયર મેગેઝિનને લીક કરવાનો આરોપ મૂક્યો હતો. જેને કારણે. તેની માનહાનિ થઇ છે.

 જજે પુરાવાના અભાવે કેસફગાવી દીધો

પુરાવા નહીં હોવાને કારણે જજે તેનો કેસ અને આરોપ ફગાવી દીધા હતા. જ્યારે બેઝોસે કોર્ટમાં કહ્યું હતું કે તેમણે ક્યારેય માઇકલ પર ફોટા લીક કરવાનો આરોપ મૂક્યો જ નથી.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ બેઝોસે કહ્યું કે માઇકલે તેમની બહેન (લોરેન) અને તેમની સાથે દગો કર્યો. સાથે આરોપ મૂક્યા કે માઇકલે આશરે 14 લાખ રૂપિયામાં અતેમની અંગત વાતચીત ટેબેલોઇડને વેચી દીધી હતી.

માઇકલ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારીમાં

જ્યારે માઇકલના વકીલ ટોમ વોરેન જણાવ્યું કે અબજોપતિ દ્વ્રારા લીગર ફી ચુકવવાની કરાયેલી માગણી અશ્લીલ અને ખરાબ છે. અગાઉ વકીલે કહ્યું હતું કે બેઝોસ સામે કેસ હાર્યા બાદ માઇકલ ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો ઇરાદો કરી રહ્યા છે.

(5:06 pm IST)