મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

દિપ સિધ્ધુ સાથે તેમના પરિવારનું કોઇ કનેકશન નથીઃ સન્ની દેઅોલ સાથે ફોટો વાયરલ થયા બાદ ભાજપના સાંસદ અને અભિનેતાનું ટ્વીટ

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડના નામ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદર્શનકારી કિસાનોએ ભારે તોફાન કર્યું હતું. કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોનું એક ગ્રુપે ટ્રેક્ટરની સાથે લાલા કિલ્લા પર પહોંચ્યું હતું. લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ પોતાનો ધાર્મિક ઝંડો લગાવ્યો હતો. હવે આંદોલનકારીઓની ખુબજ ટિકા થઈ રહી છે. આ હિંસા વચ્ચે પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું છે.

દીપ સિદ્ધુનો થઈ રહ્યો છે વિરોધ

કહેવામાં આવી રહ્યું છે કે, લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો, ત્યારે તે ત્યાં હાજર હતો અને તેણે લોકોનો સાથ આપ્યો હતો. આ વાતને લઇને એક્ટર દીપ સિદ્ધુનો ખુબજ વિરોધ થઈ રહ્યો છે.

સન્ની દેઓલે આપી સ્પષ્ટતા

આ મામલે ભાજપ સાંસદ અને બોલીવુડ એક્ટર સન્ની દેઓલે ટ્વીટ કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, દીપ સિદ્ધુ સાથે તેમના પરિવારનું કોઈ કનેક્શન નથી. સન્નીનું આ ટ્વીટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. દીપ સિદ્ધુને લઇને સન્ની દેઓલે ટ્વીટમાં લખ્યું, આજે લાલા કિલ્લા પર જે થયું તે જોઇ હું ઘણો દુ:ખી થયો છું, મેં પહેલા પણ 6 December ના ટ્વિટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી હતી કે મારો અને મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. જય હિંદ.

ચૂંટણી રેલીઓમાં સન્ની સાથે જોવા મળતો હતો

તમને જણાવી દઇએ કે, સન્ની દેઓલે વર્ષ 2019 માં પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણી જીત્યા હતા. તે દિવસોમાં દીપ સિદ્ધુ તેના સહયોગી હતા. તે ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, પરંતુ કિસાન આંદોલનમાં જ્યારે દીપ સિદ્ધુ સામેલ થયા તો સન્ની દેઓલ તેનાથી દૂર રહેવા લાગ્યા. હવે આ બંનેની જૂની ફોટો વાયરલ થઈ રહી છે.

ફેસબુક પોસ્ટમાં કર્યો દાવો

દીપ સિદ્ધુ પર આરોપ છે કે, તેણે કિસાનોને લાલ કિલ્લા તરફ માર્ચ કરવા માટે ઉશ્કેર્યા. જો કે, પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાની ઘટના પર દીપ સિદ્ધુએ મંગળવારના પ્રદર્શનકારીઓના કૃત્યનો આ કહીને બચાવ કર્યો છે કે, તે લોકોએ રાષ્ટ્રિય ધ્વજ હટાવ્યો નથી અને માત્ર એક પ્રતીકાત્મક વિરોધ તરીકે 'નિશાન સાહિબ'ને લગાવ્યો હતો.

(4:46 pm IST)