મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહીઃ ૨૦૦ ઉપદ્રવીઓની અટકાયત

ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી ૨૨ એફઆઈઆર દાખલ થઈ છે

નવી દિલ્હી, તા.૨૭: પ્રજાસત્તાક દિવસના અવસરે ટ્રેકટર પરેડના નામે દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોએ ખુબ ધમાલ મચાવી અને હિંસા આચરી, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો એક સમૂહ ટ્રેકટરો સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયો અને તેના સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો. અહીં જ પ્રધાનમંત્રી ૧૫ ઓગસ્ટના દિવસે ભારતનો તિરંગો ફરકાવે છે. ગઈ કાલે થયેલી હિંસામાં ૩૦૦દ્મક વધુ પોલીસકર્મીઓ દ્યાયલ થયા છે. ૨૨ એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરતા ૨૦૦ જેટલા લોકોની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે તેમની જલદી ધરપકડ થશે.

દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ દિલ્હીમાં પ્રજાસત્ત્।ાક દિવસ ના અવસરે યોજાયેલી ખેડૂતોની ટ્રેકટર પરેડને તોફાની બનાવવા અને હિંસા આચરવાના મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ૨૦૦ જેટલા પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જેમના પર દિલ્હીમાં હિંસા કરવા, જાહેર સંપત્ત્િ।ને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓને ઈજા પહોંચાડવાના આરોપ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી ૨૨ એફઆઈઆર દાખલ થઈ છે.

ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા અને નેશનલ ફ્લેગના અપમાન બદલ એક વકીલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે. અરજીમાં કોર્ટના રિટાયર્ડ જજોની ૩ સભ્યની કમિટી બનાવવા અને ૨૬ જાન્યુઆરીના રોજ બનેલી દ્યટનાઓ પર ન્યાયિક તપાસની માગણી કરાઈ છે. આ ઉપરાંત અરજીકર્તાએ કોર્ટ પાસે જ્ત્ય્ દાખલ કરવાના નિર્દેશ આપવાની પણ માગણી કરી છે.

(4:11 pm IST)