મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

પત્નિ છોડી જતી રહી તો ૧૮ મહિલાઓની કરી હત્યા

સીરીયલ કિલરને હૈદરાબાદ પોલીસે દબોચ્યો

હૈદરાબાદ, તા.૨૭: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પોલીસે ૪૫ વર્ષીય એક પુરુષની ધરપકડ કરી છે, જે ૧૮ મહિલાઓની હત્યા સહિતના વિવિધ ગુનાના આરોપમાં છે. આ વ્યકિતની ધરપકડ થતાં પોલીસે તાજેતરમાં બે મહિલાઓની હત્યા કર્યાનું રહસ્ય પણ ઉકેલી લીધું છે.

હૈદરાબાદ સિટી પોલીસ ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને રચકોંડા પોલીસ કમિશનરના અધિકારીઓએ સંયુકત ઓપરેશનમાં આ વ્યકિતની ધરપકડ કરી હતી. આરોપી વ્યકિત શહેરમાં પત્થરનું કામ કરે છે. આ પહેલા પણ તે ૨૧ કેસમાં ધરપકડ કરાઈ છે. તેમાંથી ૧૬ હત્યાના છે. ચાર કેસ સંપત્ત્િ।ના વિવાદથી સંબંધિત છે, જયારે એક કેસ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેના લગ્ન ૨૧ વર્ષની ઉંમરે થયા હતા, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેની પત્ની બીજા -પુરુષ સાથે ભાગીગઈ હતી. આ પછી તેણે મહિલાઓને નફરત કરવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા મુજબ, તેણે વર્ષ ૨૦૦૩ થી મહિલાઓ વિરુદ્ઘ ગુનાઓ શરૂ કર્યા હતા અને એકલી મહિલાઓને જાતીય તરફેણ માટે પૈસાની લાલચ આપતો હતો અને ત્યારબાદ તેને તેનો શિકાર બનાવતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે દારૂ કે તાડી પીધા પછી તે પીડિતોને મારી નાખતો હતો અને ત્યારબાદ તેની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરીને ભાગી જતો હતો.

(4:10 pm IST)