મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

'ભારત-પાકિસ્તાનમાં જોખમઃ મુસાફરી કરવાથી બચો'

અમેરિકાએ બહાર પાડી ટ્રાવેલ એડવાઇઝરી

અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. પરંતુ હજુ પણ ભારત લેવલ ૪માં આવે છે. જે મુસાફરી માટે સારું નથી. મંત્રાલયે કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદ પર જીવનું જોખમ થઈ શકે છે. આથી અમેરિકી નાગરિકો ત્યાં ન જાય. આ સાથે જ વિદેશ મંત્રાલયે નાગરિકોને અફઘાનિસ્તાનની મુસાફરી પણ ન કરવાની સલાહ આપી છે.

દક્ષિણ એશિયાના ચાર દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરતા અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે અલગ અલગ યાત્રા ભલામણો બહાર પાડી. જેમાં કહેવાયું કે કોવિડ-૧૯, આતંકવાદ અને જાતીય હિંસાના કારણે લોકોએ પાકિસ્તાનની મુસાફરી કરવાથી બચવું જોઈએ. અમેરિકી નાગરિકોને આતંકવાદ અને અપહરણની દ્યટનાઓને ધ્યાનમાં રાખીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં ન જવાની અપીલ કરાઈ છે.

બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને આતંકવાદ અને સંભવિત સંદ્યર્ષની આશંકાના કારણે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં જવાથી બચવાનું જણાવ્યું છે. પ્રશાસને કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોની મુસાફરી ન કરે. આ વિસ્તારોમાં આતંકી સમૂહો ગતિવિધિઓ ચલાવે છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન તરફથી સમયાંતરે યુદ્ઘવિરામનો ભંગ થતો રહે છે. પાકિસ્તાનના સૈનિકો કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ શરૂ કરી દે છે.

(4:09 pm IST)