મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

કપડાની ઉપરથી બ્રેસ્ટને સ્પર્શ કરવો એ યૌન અપરાધ નથી : સુપ્રિમે બોમ્બે હાઇકોર્ટના ફેંસલાને અટકાવ્યો

હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્કીન ટુ સ્કીન ટચ ન હોય તો અપરાધ પોકસો એકટના દાયરામાં નથી આવતો

નવી દિલ્હી તા. ૨૭ : સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના તે નિર્ણય પર રોક લગાવી દીધી હતી. જેમાં તેને એક નાબાલિક યુવતીના સ્તનને સ્કીન ટુ સ્કીન સ્પર્શ કરવાના ગુનાને પોકસો એકટના દાયરાથી બહાર ગણાવ્યો હતો. પોકસો એકટના દાયરાથી બહાર ગણાવ્યો હતો. યુથ બાર એસોસીએશનમાં બોમ્બે હાઇકોર્ટના આ નિર્ણય વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટના આ નિર્ણય પર વિવાદ થયો હતો. નાગરિક સંગઠનો તેમજ અનેક જાણીતી હસ્તીઓએ તેને હાસ્યાસ્પદ ગણાવીને નિર્ણયની ટીમ કરી હતી.

બોમ્બે હાઇકોર્ટે ૧૨ વર્ષની એક નાબાલિક સાથે થયેલા આ ગુનાના કેસની સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે, બાળકીને નિર્વસ્ત્ર કર્યા વગર તેના બ્રેસ્ટને સ્પર્શ કરવો એ યૌન શોષણ નથી. કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, આ પ્રકારની હરકત પોકસો એકટ હેઠળ યૌન શોષણના રૂપમાં પરિભાષિત કરવામાં આવતી નથી. જો કે આવા આરોપી વિરૂધ્ધ આઇપીસીની ધારા ૩૫૪ હેઠળ કેસ ચલાવવો જોઇએ.

હાઇકોર્ટની નાગપુર બેંચની ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ ૧૯ જાન્યુઆરીએ પસાર એક આદેશમાં કહ્યું કે, કોઇ હરકતને યૌન હુમલો માનવા માટે વિકૃત ઇચ્છાથી ત્વચાથી ત્વચાનો સંપર્ક હોવો જરૂરી છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે થોડાક અંશે સ્પર્શ કરવો યૌન શોષણની પરિભાષામાં આવતું નથી.

કોર્ટે તેમના ચુકાદામાં વધારામાં ઉમેર્યું કે, યૌન શોષણની પરિભાષામાં શારીરિક સંપર્ક પ્રત્યક્ષ હોવો જોઇએ અથવા સીધો શારીરિક સંપર્ક હોવો જોઇએ. કોર્ટે કહ્યું સ્પષ્ટ રૂપથી અભિયોજનની વાત યોગ્ય નથી. અરજીકર્તાએ તેનું ટોપ કાઢયું અને સ્પર્શ કર્યો. આ પ્રકારે પ્રત્યક્ષ રીતે શારીરિક સંપર્ક થયો કહેવાય નહીં.

(4:09 pm IST)