મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

એક રીપોર્ટમાં થયો સર્વે

દેશમાં ૧૩.૯ કરોડથી વધુ મહિલાઓ ગર્ભનિરોધકના આધુનિક રીતનો કરે છે ઉપયોગ

નવી દિલ્હી : એક રીપોર્ટના જણાવ્યા મુજબ, ભારતમાં ૧૩.૯ કરોડથી વધુ મહિલાઓ અને યુવતીઓ હવે ગર્ભનિરોધકના આધુનિક રીતનો ઉપયોગ કરે છે. મહિલાઓ અને યુવતિઓના પ્રજનન અધિકારોનું સમર્થન કરતા વૈશ્વિક સમુહ 'એફપી-ર૦૨૦' તરફથી પ્રકાશિત રિપોર્ટમાં છેલ્લા ૮ વર્ષમાં પરિવાર નિયોજનમાં થયેલી પ્રગતિનું વિવરણ છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછી આવક ધરાવતા ૧૩ દેશોના આધુનિક ગર્ભનિરોધક ઉપયોગકર્તાઓની સંખ્યા ર૦૧ર બાદ થી બે ગણી થઇ છે અને ગયા વર્ષે ૧ર.૧ કરોડથી વધુ અનવોન્ટેડ પ્રેગ્નેન્સી, ર.૧ કરોડ અસુરક્ષિત ગર્ભપાત અને ૧,રપ,૦૦૦ ગર્ભવતી મહિલાઓનું મોતને રોકવામાં આવી.

ભારતમાં ગર્ભનિરોધકના ઉપયોગના કારણે છેલ્લા એક વર્ષમાં પ.૪પ કરોડથી વધુ અનવોન્ટેડ પ્રેગ્નેેન્સીને  રોકવામાં આવી અને ૧૮ લાખ અસુરક્ષિત ગર્ભપાત અને ર૩ હજાર ગર્ભવતી મહિલાઓની મૃત્યુ ટાળી દેવામાં આવ્યું.

(3:45 pm IST)