મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

દિલ્હીમાં ઘણા ખેડૂત સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે પરેડ પુરી કરી

નવી દિલ્હી, તા. ર૭ : ગણતંત્ર દિવસે ભલે આંદોલનકારી ખેડુતોએ દિલ્હીમાં અરાજકતાનો માહોલ ઉભો કરેલ, પણ બીજી તરફ ઘણા ખેડૂત સંગઠનોએ રાજધાનીમાં શાંતી પૂર્ણ ટ્રેકટર રેલી કાઢી હતી. સિંધુ બોર્ડરથી બવાના સુધી રજજેવાલ સંગઠનના સમર્થકોએ રેલી કાઢી હતી. ખેડુત નેતા સરદાર બલબીરસિંહ રજજે વાલે જણાવેલ કે સમગ્ર રૂટ ઉપર શાંતિપૂર્ણ રેલી નીકળી હતી. સાંજે રેલીમાં સામેલ લોકો પોતાના આંદોલન સ્થળે પહોંચી ગયેલ. ઉપરાંત ઉગ્રાહાં જુથના સમર્થકોએ પણ શાંતિથી રેલી કાઢેલ અને ઠેર-ઠેર તેમનું સ્વાગત કરાયેલ.

સ્વરાજ ઇન્ડીયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે જણાવેલ કે સંયુકત ખેડૂત મોરચા હેઠળ પ્રદર્શન કરી રહેલ ૪૧ ખેડૂત સંગઠનોએ શાંતિપૂર્વક પરેડ કાઢેલ. સાથે ચિલ્લાથી મયુર વિહાર ફેસ-૧ સુધી ભારતીય કિસાન યુનિયન (ભાનુ) સાથે જોડાયેલ ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે દેશભકિતના ગીતો સાથે માર્ચ કાઢેલ. જયારે ભારતીય કિસાન યુનિયન (લોકશકિત) સાથે જોડાયેલ ખેડૂતો ડીએનડીથી ગાઝીપુર તરફ માર્ચ કરેલ. પણ સુરક્ષા કારણોથી તેમને પોલીસેે ન્યુ અશોકનગર તરફ ડાયવર્ટ કરેલ. ત્યારબાદ તેઓ પોતાના આંદોલન સ્થળેે પહોંચેલ.

(3:41 pm IST)