મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

'હું ચૂંટણી જીત્યા બાદ પક્ષ નહિ છોડુ'

કોંગ્રેસનાં ઉમેદવારે આવી બાંહેધરી આપવી પડશે

નવી દિલ્હી, તા.૨૭: ગુજરાતમાં રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા મૂરતિયાઓ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

કોંગ્રેસે આ વર્ષે ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં 'બાંહેધરી' આપવી પડશે. આ ઉમેદવારોએ 'હું ચૂંટણી જીત્યા બાદ પક્ષ નહીં છોડું' કોંગ્રેસ પક્ષ પલટુંઓથી પરેશાન છે. માટે આ વર્ષે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બાંહેધરી માંગશે, આ બાંહેધરી આપનારા નેતાઓને જ કોંગ્રેસની ટિકિટ આપવામાં આવશે.

કોંગ્રેસની આ બાંહેધરી ફોર્મ્યૂલા અંતર્ગત ઉમેદવાર કરવા માંગતા મૂરતિયાએ બે નેતાની બાંહેધરી લઈ આપવી પડશે કે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે અને પછી જીતે તો પક્ષ છોડીને પક્ષ પલટો નહીં કરે. તાજેતરમાંજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી હોય કે અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પક્ષ પલટો ગુજરાત કોંગ્રેસ માટે પરેશાની બની ગયો હોવાથી આ વર્ષે કોંગ્રેસ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે.

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાનો જંગ લડવા માટે પક્ષને કુલ ૨,૦૦૦ ફોર્મ મળ્યા છે. આ ચૂંટણીની પ્રક્રિયામાં કોંગ્રેસના ૨,૦૦૦ ઉમેદવારી ફોર્મમાંથી ૧૪,૦૦૦ ફોર્મ શોર્ટઆઉટ કરવામાં આવ્યા છે જેના આધારે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારનો ટિકિટ આપવામાં આવશે.

રાજય ચૂંટણી આયોગ દ્વારા  મહાનગરપાલિકા ૮૧ નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીની તારીખોની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચુંટણી માટે એક ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારી ભરવા ની છેલ્લી તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ રહેશે તો ઉમેદવારો ના ઉમેદવારીપત્ર ચકાસવાની તારીખ ૮ ફેબ્રુઆરી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ ૯ ફેબ્રુઆરી રહેશે જયારે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને જો જરૂર જણાશે તો મતદાન માટે ૨૨ ફેબ્રુઆરી તારીખ નક્કી કરવામાં આવી છે તમારા મહાનગરપાલિકાની મતગણતરી ૨૩ ફેબ્રુઆરીએ જ યોજાઈ જશે.

૬ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ૧૪૪ વોર્ડમાં ૫૭૬ બેઠક રહેશે જયારે પાછા મહાનગરપાલિકામાં એક કરોડ બાર લાખ ૩૪૭૦૧ મતદાર મતદાન કરશે જેની પાછળ ૫૧ ચૂંટણી અધિકારીઓ ૫૭ મદદનીશ ચૂંટણી અધિકારી ને જવાબદારી આપવામાં આવી છે. તો ૧૧૪૭૭ મતદાન મથકોએ રાખવામાં આવ્યા છે જેમાંથી જો સંવેદનશીલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો ૩૮૫૮ મતદાન મથકો છે જયારે અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૬૫૬ છે. મહાનગરપાલિકાની ચુંટણી માટે ૧૩ હજાર ૯૪૬ EVM ની સંખ્યા છે. જેની સામે પોલીસ સ્ટાફની સંખ્યા ૬૨૨૩૬ છે.

૮૧ નગરપાલિકાના ૬૮૦ બોર્ડમાં ૨૭૨૦ બેઠકો છે જે માટે ૪૬ લાખ ૮૯ હજાર ૨૯૪ મતદારો મતદાન કરશે તે માટે ચૂંટણી અધિકારીઓની સંખ્યા ૯૨ રાખવામાં આવી છે. તો મદદનીશ ચૂંટણી અધિકારી ની સંખ્યા ૯૬ છે. તો મતદાન મથકોની સંખ્યાની વાત કરવામાં આવે તો ૪૮૪૮ મતદાન મથક પર મતદાન થશે જેમાં ૧૪૦૦ જેટલા સંવેદનશીલ મતદાન મથક છે જયારે અતિસંવેદનશીલ મતદાન મથક ની સંખ્યા ૯૫૯ છે આ ચૂંટણી માટે ૬૯૯૦ EVM થી ચૂંટણી યોજાશે જે માટે પોલીંગ સ્ટાફની સંખ્યા ૨૭ હજાર ૯૪૮નો છે.

(3:40 pm IST)