મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

પેટના દુઃખાવાથી ચીસાચીસ કરતા દર્દીની સર્જરીમાં જે દેખાયું તે જોઈ ડોકટર્સ ચોંકી ઉઠયા

ત્રણ વર્ષથી બીપી અને શુગરની ગોળી લઈ રહ્યા હતા ૫૭ વર્ષીય પેશન્ટને ભૂખ જ નહોતી લાગતી, કંઈક ખાય તો તરત જ ઉલ્ટી થઈ જતી

કોલકાતા, તા.૨૭: મનોજ ભલોતિયા નામના એક શખ્સને જયારે હોસ્પિટલ લવાયો ત્યારે તે પેટમાં થઈ રહેલા અસહ્ય દુઃખાવાથી ચીસાચીસ કરી રહ્યો હતો. તેને ભૂખ જ નહોતી લાગી રહી, અને જો કંઈ ખાવા જાય તો તરત જ ઉલ્ટી થઈ જતી હતી. લોકડાઉન દરમિયાન તેને લકવાનો હુમલો આવ્યો હતો, અને તેના શરીરનો ડાબો હિસ્સો લકવાગ્રસ્ત બની ગયો હતો. પરંતુ તેને પેટમાં અચાનક શું થઈ રહ્યું છે તે ડોકટરોની સમજની પણ બહાર હતું.

આખરે, દર્દીના પેટનો પ્ય્ત્ કરવામાં આવ્યો, જેમાં તેના પેટમાં કંઈક અજુગતું દેખાયું. પ્ય્ત્ રિપોર્ટમાં દર્દીના પેટમાં નાની-નાની વટાણાના કદ જેવી વસ્તુઓ દેખાઈ રહી હતી. ડોકટર્સ સમજી ગયા કે દર્દીને આ વસ્તુને કારણે જ અસહ્ય દુૅંખાવો થઈ રહ્યો છે. પરંતુ, પેશન્ટના પેટમાં દેખાઈ રહેલો આ 'ફોરેન ઓબ્જેકટ' આખરે શું છે તે ડોકટર્સને પણ સમજમાં નહોતું આવી રહ્યું. આખરે દર્દીની તાત્કાલિક સર્જરી કરીને તેના પેટમાં દેખાઈ રહેલો આ પદાર્થ કાઢવાનું નક્કી કરાયું હતું.

આખરે જયારે ઓપરેશન થિયેટરમાં પેશન્ટનું પેટ ખોલવામાં આવ્યું ત્યારે ડોકટર્સને તેના નાના આતરડામાંથી સેંકડોની સંખ્યામાં નાની-નાની ટેબ્લેટ્સ મળી. દર્દીની મેડિકલ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે, ૨૦૧૬થી તેઓ ડાયાબિટિસ અને હાઈ બીપીની ગોળી લઈ રહ્યા હતા. જોકે, ગયા વર્ષે સ્ટ્રોકનો હુમલો આવતા તેમણે દવા લેવાનું બંધ કરી દીધું હતું.

ડોકટર્સને એ પણ જાણવા મળ્યું હતું કે, પેશન્ટ જે દવાઓ લઈ રહ્યા હતા તે ડાયાબિટિસ અને બીપીમાં લેવાતી સામાન્ય દવાઓની અવેજમાં જે દવાઓ લેવાય છે તે હતી. દર્દીની સર્જરી કરનારા ડો. દેબ કુમાર રોયના જણાવ્યા અનુસાર, દર્દી ઈચ્છે તો અલ્ટરનેટિવ મેડિસિન્સ લઈ શકે છે, પરંતુ તેને કવોલિફાઈડ ડાઙ્ખકટર્સની સલાહ વિના લેવાનું ગંભીર પરિણામ આવી શકે છે.

આ કેસમાં દર્દી જે દવાઓ છેલ્લા ત્રણ વર્ષથી લઈ રહ્યા હતા તે ખરેખર તો તેમના પેટમાં જ જામી ગઈ હતી, અને તેનું પાચન નહોતું થયું. ૫૬ વર્ષના પેશન્ટના આતરડામાં આ દવાઓ હજારોની સંખ્યામાં ભેગી થઈ જતાં તેમને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું હતું, અને તેમના પેટમાં કશુંય ટકતું જ નહોતું. એટલું જ નહીં, તેના કારણે તેમને અસહ્ય દુૅંખાવો થવાનું પણ શરુ થયું હતું.

પેશન્ટના પત્નીએ જણાવ્યું હતું કે, તેમને પેટમાં ઘણા સમયથી દુઃખાવો રહેતો હતો, અને તેઓ ગમે તે ખાય તે સાથે જ તેમને ઉલ્ટી થઈ જતી હતી. તેમના શરીરમાં ડિહાઈડ્રેશન થઈ ગયું હતું, અને સ્થિતિ કાબૂ બહાર જતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોકટરે જયારે જણાવ્યું કે તેમના પેટમાં હજારો ટેબ્લેટ્સ ભેગી થઈ છે ત્યારે તે સાંભળી અમને પણ આંચકો લાગ્યો હતો.

(3:37 pm IST)