મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

૬ વર્ષના પાંડેજીને લગ્ન કરવા છે અને પરિવારને મોટો કરવો છે

વાયરલ વીડિયોમાં આ બાળક પોતાની માતાને કહી રહ્યો છે કે તેના લગ્ન કરાવી દો

નવી દિલ્હી તા. ૨૮ : સોશિયલ મીડિયા  મનોરંજનનું એક માધ્યમ બની રહ્યું છે. અહીં રોજ નવા વીડિયો વાયરલ થતા રહે છે. હવે જયારે ૬ વર્ષના બાળકનો ફની વીડિયો એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં ૬ વર્ષના એક બાળકની વાત સાંભળીને તમને હસવાનું આવી જશે. પૂર્વ નૌસેના અધિકારી  હરિંદર સિક્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બાળકનો એક ફની વીડિયો શેર કર્યો છે.

પૂર્વ નૌસેના અધિકારી હરિંદર સિંહ સિક્કાએ આવીડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ શેર કર્યો છે. તેમાં તેમણે કેપ્શન આપી છે કે, યુવા પાંડેજી ૬ વર્ષના છે. તેઓ સ્માર્ટ, હેન્ડસમ, ગુડ લુકિંગ, બુદ્ઘિમાન અને નિશ્ચિત રૂપથી પપ્પુ નથી. સ્માર્ટ ફોન તેમના રમકડા છે. તેની વાત તર્ક પર આધારિત છે. તેઓ યોગ્ય પાત્રની શોધમાં છે.

વીડિયોમાં આ બાળક પોતાની માતાને કહી રહ્યો છે કે, તેના લગ્ન કરાવી દો. તેને એક પાર્ટનર મળી જશે, જે તેની માતાને કામમાં મદદ કરશે અને તેની સાથે ગેમ પણ રમશે.

વીડિયોમાં બાળક કહી રહ્યો છે કે, હાલ તો આપણો ત્રણ લોકોનો પરિવાર છે. લગ્ન બાદ તે ચાર થઈ જશે. તે પત્ની સાથે છૂપાછૂપ પણ રમવા માંગે છે. તેના પરિવારમાં અન્ય કોઈ સદસ્ય ન હોવાથી તે કોઈના સાથે રમી શકતો નથી. તેની માતાએ બાળકની આ બધી વાતો રેકોર્ડ કરી લીધી હતી. બાદમાં આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

બાળકની માસુમિયત પર માતા હસે પણ છે અને સતત તેને સવાલો પૂછીને તેના મનની વાતો જાણવાનો પ્રયાસ પણ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

(1:02 pm IST)