મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

દિલ્હીની હિંસક ઘટના માટે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને કિસાનો પ્રત્યે ઉદાસીનતા જવાબદાર: મમતા બેનર્જીના પ્રહાર

કિસાનો સાથે વાતચીત કરે અને નવા તાનાશાહી કાયદાને પરત લે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્મમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે, દિલ્હીમાં થયેલી હિંસા માટે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને કિસાનો પ્રત્યે ઉદાસીનતા જવાબદાર છે, અને આ ઘટનાથી તેમને ખુબ દુખ પહોંચ્યું છે. બેનર્જીએ કેન્દ્રને આગ્રહ કર્યો કે, તે કિસાનો સાથે વાતચીત કરે અને નવા તાનાશાહી કાયદાને પરત લે.

તેમણે ટ્વીટ કર્યું, 'દિલ્હીના રસ્તાઓ પર થયેલી ચિંતાજનક અને મુશ્કેલીજનક ઘટનાઓથી દુખી છું. આ સ્થિતિ માટે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને અમારા કિસાન ભાઈ-બહેનો પ્રત્યે તેની ઉદાસીનતા જવાબદાર છે.'

ગણતંત્ર દિવસ પર આયોજીત કિસાનોની ટ્રેક્ટર પરેડ નું લક્ષ્‍ય કૃષિ કાયદાને પરત લેવા અને એમએસપીની ગેરંટીની માંગ કરવાનો હતો. દિલ્હી પોલીસે રાજપથ પર સમારોહ સમાપ્ત થયા બાદ નક્કી રસ્તા પર ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપી હતી, પરંતુ હજારોની સંખ્યામાં કિસાન સમયથી પહેલા વિભિન્ન સરહદો પર લાગેલા બેરિકેટને તોડતા દિલ્હીમાં પ્રવેશ કી ગયા હતા. ઘણી જગ્યાએ પોલીસની સાથે તેમનું ઘર્ષણ થયું અને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી

(12:37 am IST)