મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

‘‘હેલ્‍થ લીડરશીપ એવોર્ડ'': યુ.એસ.માં ICC દ્વારા ઇન્‍ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર ડો. લાથાને એવોર્ડ આપી કરાયેલું બહુમાનઃ એશિઅન અમેરિકન કોમ્‍યુનીટીને મેડીસીન ક્ષેત્રે જાગૃત કરી રોગો થતા અટકાવવા ઉઠાવેલી જહેમત બદલ કદર

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની સ્‍ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ડો.લાથા પાલાનિઆપ્‍યનને ICC દ્વારા ‘‘હેલ્‍થ લીડરશીપ'' એવોર્ડ એનાયત કરાયો છે.

મિલ્‍પીટાસ, કેલિફોર્નિયા ખાતો ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર (ICC)એ ઓછી શિક્ષિત તેવી એશિઅન અમેરિકન પ્રજાને મેડીસીન ક્ષેત્રે જાગૃત કરી તેમના આરોગ્‍ય ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી કરવા બદલ તેમને ઉપરોક્‍ત એવોર્ડથી સન્‍માનિત કર્યા છે.

ડો.લાથા સ્‍ટેનફોર્ડ યુનિર્વસિટીમાં પ્રોફેસર, કિલનિસીઅન, તથા સંશોધક તરીકે સેવાઓ આપે છે. તેમણે ડાયાબિટીસ, હાર્ટ એટેક, સહિતના રોગો ન થાય તે માટે લેવાની થતી સાવચેતી તથા રોગો તથા અટકાવવા ઉઠાવેલી જહેમતને ધ્‍યાને લઇ તેમનું સન્‍માન કરાયું છે.

 

(8:56 pm IST)