મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

સરકારી બાબુઓને ચેતવણી - સંપત્તિની વિગતો આપો નહીતો પ્રમોશન નહીં

કર્મચારી અને તાલીમ વિભાગે તમામ કેન્દ્રિય વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને લેખિતમાં જણાવ્યું છે કે તેઓએ તેમની રિયલ એસ્ટેટ રિટર્ન (આઇપીઆર) ની વિગતો 31 જાન્યુઆરી 2018 સુધી રજૂ કરવી પડશે

નવી દિલ્હી : સરકાર ટૂંક સમયમાં જ સરકારી બાબુઓના પ્રમોશન અને વિદેશી પોસ્ટિંગનો માર્ગ મુશ્કેલ બનાવા જઈ રહી છે. સરકારે દેશના તમામ આઇએસ અધિકારીઓને આગામી મહિને પૂર્ણ સંપત્તિની વિગતો ફાઇલ કરવાની સૂચના આપી છે. જો અધિકારીઓ આ ન કરે તો, તેમણે આગામી દિવસોમાં પ્રમોશન અને વિદેશી પોસ્ટિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કર્મચારી અને તાલીમ વિભાગે તમામ કેન્દ્રિય વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેખિતમાં જણાવ્યું છે કે તેઓએ 31 જાન્યુઆરી, 2018 સુધીમાં તેમના રિયલ એસ્ટેટ રિટર્ન (આઇપીઆર) ની વિગતો રજૂ કરવી પડશે.

મહેકમ અધિકારી પી.કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 4 એપ્રિલ, 2011 ના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા સૂચનો અનુસાર, અધિકારીઓને તેમની મિલકતની વિગતો 31 જાન્યુઆરી, 2018 સુધી આપવાનું રહેશે, અથવા તેમને વિજીલન્સ ક્લિયરન્સ મેળવવામાં મુશ્કેલી પડશે.

2011 ની આ સૂચનાઓ મુજબ, જે અધિકારી પોતાને સંબધિત વિગતો પૂરી નહી પાડે, તેમને વિજીલન્સ ક્લિયરન્સ નહી મળે અને ભવિષ્યમાં તેમના પ્રમોશન અને ભારત સરકારના વરિષ્ઠ સ્તરના પદ માટે નિમણૂક માટે તેમનું નામ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

પોતાની વિગતો રજીસ્ટર કરાવવા માટે અધિકારીઓ પાસે ઓનલાઇન મોડ્યુલ્સની સુવિધા ઉપલબ્ધ છે. અહીં અધિકારીઓ તેમના આઇપીઆરની હાર્ડ કૉપિ અપલોડ કરી શકે છે.

(8:04 pm IST)